Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran's threat after US-Israeli attack

'યુદ્ધ તમે શરું કર્યુ છે પરંતુ ખતમ અમે કરીશું' અમેરિકા- ઇઝરાયેલના હુમલા બાદ ઈરાનની ધમકી

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2026
લાઇવ ટીવીGoogle News
'યુદ્ધ તમે શરું કર્યુ છે પરંતુ ખતમ અમે કરીશું' અમેરિકા- ઇઝરાયેલના હુમલા બાદ ઈરાનની ધમકી
સોર્સ : google

મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈઝરાયેલે આજે વહેલી સવારે ઈરાન પર વળતો પ્રહાર કરતા મોટો સૈન્ય હુમલો કર્યો છે. ઈઝરાયેલી સંરક્ષણ મંત્રીએ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે 'શીલ્ડ ઓફ જુદાહ' ઓપરેશન હેઠળ ઈરાન પર અનેક મિસાઈલો દાગવામાં આવી છે. જેના પગલે હાલ અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે મોટા યુદ્ધના એંધાણ સર્જાયા છે. સૌથી મહત્ત્વની જાણકારી મળી રહી છે કે હુમલા બાદ અમેરિકાએ પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હુમલા હજુ ઈરાન પર ચાલુ જ રહેશે. તો બીજી બાજુ ઈરાને પણ વળતો જવાબ આપીને ધમકી આપી છે કે યુદ્ધ તમે શરું કર્યુ છે પરંતુ ખતમ અમે કરીશું. 

App Store

તેહરાનમાં હડકંપ: રાષ્ટ્રપતિ ભવન પર હુમલો

અહેવાલ મુજબ, ઈઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન સહિત 30 જેટલા વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવ્યા છે. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે ઈઝરાયેલે ઈરાનના રાષ્ટ્રપતિ ભવનને પણ નિશાન બનાવ્યું હોવાના અહેવાલ છે. તેહરાનના મેહરાબાદ એરપોર્ટ અને પૂર્વી-પશ્ચિમી વિસ્તારોમાં પ્રચંડ વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. હુમલા બાદ ઈરાને સાવચેતીના ભાગરૂપે મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ ઠપ્પ કરી દીધી છે.

અમેરિકાની એન્ટ્રી અને ઈરાકમાં એલર્ટ

માત્ર ઈઝરાયેલ જ નહીં, પરંતુ અમેરિકાએ પણ મિડલ ઈસ્ટમાં આવેલા પોતાના બેઝ પરથી ઈરાન વિરુદ્ધ મોરચો ખોલ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સંઘર્ષની અસર પાડોશી દેશો પર પણ જોવા મળી રહી છે, જ્યાં ઈરાકે પોતાનો એરસ્પેસ બંધ કરી હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

ભારત સરકાર એક્શનમાં: નાગરિકો માટે એડવાઈઝરી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવને જોતા ભારત સરકાર પણ સતર્ક થઈ છે. વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકો માટે એલર્ટ જાહેર કર્યું છે અને તેમને સુરક્ષિત સ્થળોએ રહેવા તેમજ બિનજરૂરી અવરજવર ટાળવા સૂચના આપી છે.

હુમલા બાદ હાલની પરિસ્થિતિ

ઈઝરાયેલમાં ઈમરજન્સી: સંભવિત જવાબી હુમલાના ડરથી ઈઝરાયેલમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે અને તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
એરસ્પેસ સીલ: ઈરાન અને ઈઝરાયેલ બંને દેશોએ પોતાની હવાઈ સરહદો સામાન્ય વિમાનો માટે બંધ કરી દીધી છે.
ડિપ્લોમેટિક એલર્ટ: અમેરિકાએ તેના રાજદ્વારીઓને સુરક્ષિત બંકરો (શેલ્ટર) માં છુપાઈ જવા આદેશ આપ્યો છે.
ઈરાનની ધમકી : વળતા જવાબમાં અમેરિકા-ઈઝરાયેલને ઈરાને ધમકી આપી છે કે યુદ્ધ તમે શરુ કર્યુ છે પરંતુ ખતમ અમે કરીશું.