VIDEO/'ટ્રમ્પે ઇઝરાયેલના કહેવા પર ઈરાન સાથે અવિચારી યુદ્ધ છેડ્યું': અગ્રણી અર્થશાસ્ત્રી જેફરી સૈક્સનો આરોપ
સોર્સ : GSTV
અગ્રણી અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૈક્સે પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે ટ્રમ્પે ઇઝરાયેલના કહેવા પર ઈરાન સાથે મનસ્વી યુદ્ધ છેડ્યું છે. સૈક્સના મતે ટ્રમ્પ વહીવટીતંત્રે પદ્ધતિસરનું વિશ્લેષણ અને સંસ્થાકીય સલાહ-સૂચનોને નેવે મૂકીને અતાર્કિક નિર્ણયો લીધા છે. તેમણે આરોપ લગાવ્યો કે બંધારણીય જોગવાઈઓ અને વરિષ્ઠ નેતાઓ સાથે પરામર્શ કર્યા વગર એક જ વ્યક્તિ દ્વારા લેવાયેલા આ નિર્ણયો ગેરબંધારણીય અને અવિચારી છે.
જે નેતૃત્વ અમેરિકા સાથે વાટાઘાટોના આગામી તબક્કાની ચર્ચા કરવા જઈ રહ્યું હતું, તેમને નિશાન બનાવવાની વાતને તેમણે તદ્દન ખોટી ગણાવી છે. સેક્સે ટ્રમ્પની ટેરિફ નીતિઓની જેમ જ આ પગલાંને પણ ગેરકાયદેસર ગણાવ્યા છે, જે અમેરિકાની નિર્ણય લેવાની લોકશાહી પ્રક્રિયા નબળી પડી હોવાનું સૂચવે છે.

