મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

PM મોદીના શપથ પર પાકિસ્તાન તરફથી આવ્યા અભિનંદન, શાહબાઝ શરીફે લખ્યો આ મેસેજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સમગ્ર કેબિનેટની સાથે પદના શપથ લીધા હતા. 4 જૂને લોકસભા ચૂંટણીના

PM મોદીના શપથ પર પાકિસ્તાન તરફથી આવ્યા અભિનંદન, શાહબાઝ શરીફે લખ્યો આ મેસેજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સમગ્ર કેબિનેટની સાથે પદના શપથ લીધા હતા. 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી દેશ અને દુનિયાના નેતાઓ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની જીત પર અભિનંદન પાઠવી રહ્યા છે. હવે આ દરમિયાન પાડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના નવા કેબિનેટ સાથે શપથ લીધા. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 છે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે.

આ સિવાય 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. સાથે જ 36 સાંસદોને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે. મોદી કેબિનેટ 3.0માં આવા ઘણા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ મોદી સરકાર 2.0માં પણ મંત્રી હતા.

આ સમાચાર શેર કરો