Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Cockroach Janata Party founder Abhiji's personal account claimed to have been hacked

'મારું પર્સનલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું'; કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીતનો મોટો દાવો

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
'મારું પર્સનલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું'; કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીતનો મોટો દાવો
સોર્સ : gstv

'કોકરોચ જનતા પાર્ટી'ના ફાઉન્ડર અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર એક મોટો દાવો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, તેમના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ વિરુદ્ધ નવી કાર્યવાહી કરવામાં આવી છે. દીપકેના જણાવ્યા અનુસાર, તેમનું પર્સનલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે. આ સાથે જ ભારે લોકપ્રિયતા મેળવી રહેલું પાર્ટીનું બેકઅપ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ થોડા સમય માટે હટાવી દેવામાં આવ્યું હતું, જોકે બાદમાં તેને ફરીથી શરૂ કરી દેવાયું છે. અભિજીત દીપકેએ પોતે 'X' (ટ્વિટર) પર આ અંગેની પોસ્ટ શેર કરીને માહિતી આપી છે.

App Store

પર્સનલ એકાઉન્ટ રિકવર કરવામાં મુશ્કેલી

અભિજીત દીપકેએ દાવો કર્યો છે કે, તેમનું વ્યક્તિગત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે અને તેઓ તેને એક્સેસ કરી શકતા નથી. તેમણે કેટલાક સ્ક્રીનશોટ્સ શેર કરીને જણાવ્યું કે, મેટાની રિકવરી પ્રોસેસ દ્વારા તેમણે પોતાના પર્સનલ એકાઉન્ટને પાછું મેળવવા માટે ઘણી વખત પ્રયાસો કર્યા, પરંતુ દરેક વખતે તેમને નિષ્ફળતા મળી છે.

લોકપ્રિયતામાં ભાજપ-કોંગ્રેસને પણ પછાડ્યા

હાલમાં સોશિયલ મીડિયા પર 'કોકરોચ જનતા પાર્ટી'નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોરદાર વાયરલ થઈ રહ્યું છે. આ એકાઉન્ટે શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ મેળવી લીધા છે. નવાઈની વાત એ છે કે, ફોલોઅર્સની સંખ્યાના મામલામાં આ એકાઉન્ટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ (Congress) ના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને પણ પાછળ છોડી દીધા છે.

રેકોર્ડ બ્રેક ફોલોઅર્સ

શનિવારે એટલે કે એકાઉન્ટ શરૂ થયાના માત્ર છઠ્ઠા જ દિવસે કોકરોચ જનતા પાર્ટીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોલોઅર્સનો આંકડો 2.17 કરોડને પાર થઈ ગયો છે. આ એકાઉન્ટે પોતાના ચોથા દિવસે જ ભાજપ અને કોંગ્રેસના એકાઉન્ટ્સને ફોલોઅર્સની રેસમાં પછાડી દીધા હતા.

માત્ર 75 પોસ્ટ અને કરોડો ફેન્સ

કોકરોચ જનતા પાર્ટીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અત્યાર સુધીમાં માત્ર 75 પોસ્ટ જ કરવામાં આવી છે, તેમ છતાં તેના ફોલોઅર્સ 2.17 કરોડથી વધુ થઈ ગયા છે. દીપકેના ઘણા વીડિયો પર લાખોની સંખ્યામાં વ્યુઝ આવી રહ્યા છે, એટલું જ નહીં પરંતુ આ એકાઉન્ટ પરથી જે પોસ્ટ રીપોસ્ટ કરવામાં આવી છે તેના પર પણ લાખો વ્યુઝ જોવા મળી રહ્યા છે.