Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : Come on! Now, 'Oggy Janata Party' has entered the fray to wipe out cockroaches!

VIDEO: VIRAL News/ લો બોલો! હવે , કોકરોચનો સફાયો કરવા 'Oggy Janata Party' આવી મેદાનમાં!

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI)ની ટિપ્પણી બાદ બનેલી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. હવે આ જ વ્યંગ્યને એક ડગલું આગળ લઈ જતા 'ઓગી જનતા પાર્ટી' (Oggy Janata Party - OJP)નો જન્મ થયો છે. પ્રખ્યાત કાર્ટૂનથી પ્રેરિત થઈને બનેલું આ નવું ગ્રુપ CJPની નીતિઓ અને તેમના સ્થાપકોની પોલ ખોલી રહ્યું છે. ઇન્ટરનેટ પર આ બંને 'પાર્ટીઓ' વચ્ચે ચાલી રહેલું આ વર્ચ્યુઅલ યુદ્ધ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

App Store

ઇન્ટરનેટની રમૂજ ક્યારેક હકીકતની રાજનીતિ પર પણ ભારે પડી જાય છે. સોશિયલ મીડિયા પર આજકાલ 'કોકરોચ જનતા પાર્ટી' અને 'ઓગી જનતા પાર્ટી' વચ્ચે એક મજેદાર પરંતુ તીખી વર્ચ્યુઅલ જંગ છેડાઈ છે.

'ઓગી જનતા પાર્ટી'એ કોકરોચ પાર્ટીની મજાક ઉડાવતા પોતાનું અભિયાન શરૂ કરી દીધું છે. જો તમે પણ આ ઇન્ટરનેટ ટ્રેન્ડ જોઈને મૂંઝવણમાં છો, તો ચાલો જાણીએ 'ઓગી જનતા પાર્ટી' વિશે 5 મહત્વની વાતો:

1. AAP સાથે કનેક્શનનો ખુલાસો

OJPએ પોતાની સૌથી પહેલી સ્ટ્રાઈક 'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપ્કે પર કરી છે. OJPએ ઇન્સ્ટાગ્રામ પર દાવો કર્યો છે કે દીપ્કેના તાર આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા છે અને તેઓ પાર્ટીની સોશિયલ મીડિયા અને ચૂંટણી પ્રચાર ટીમનો હિસ્સો રહી ચૂક્યા છે.

પુરાવા તરીકે દીપ્કેની 2024ની એક જૂની પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં તેમણે બોસ્ટન જતા પહેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનો આભાર માનતા લખ્યું હતું- "તમારી સાથે કામ કરવાની તકો માટે આભારી છું... કોઈ પણ અંતર AAP પ્રત્યેની મારી પ્રતિબદ્ધતાને નબળી પાડી શકે નહીં."

2. OJPનો ધ્યેય શું છે?

કાર્ટૂન 'ઓગી એન્ડ ધ કોકરોચિસ'ની જેમ જ આ પાર્ટીનો ઉદ્દેશ્ય પણ એકદમ સ્પષ્ટ છે. OJPની સત્તાવાર વેબસાઇટ અનુસાર, તેમનો હેતુ "તમામ પ્રકારના વંદાઓ (કોકરોચ)ને મારવાનો" છે. તેમણે સ્પષ્ટ લખ્યું છે- "કોઈ પણ વંદો હોય. કોઈ પણ કદનો હોય. કોઈ પણ પ્રજાતિનો હોય. તેને ખતમ કરવાનો છે."

3. 'કોકરોચ'ના એજન્ડા પર ઉઠાવ્યો તીખો સવાલ

OJPએ ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓના ફોટા વાળો એક મોન્ટાજ (Montage) શેર કરીને, CJPના યુવાનોને 'કોકરોચ' કહેવાના આઈડિયા પર કરારો કટાક્ષ કર્યો. OJPએ લખ્યું, "તલવારોની ધારથી બનેલી આ વીર ભૂમિ પર આજનો યુવાન પોતાને 'કોકરોચ' કહેવડાવવામાં ગર્વ અનુભવી રહ્યો છે. ખરેખર, આ 'બેરોજગારી ચરમસીમાએ હોવાનું' સૌથી મોટું લક્ષણ છે!"

4. પ્રાણીઓના અધિકારો માટે મેનિફેસ્ટો

OJP ફક્ત મીમ્સ પૂરતું મર્યાદિત નથી. ઇન્સ્ટાગ્રામ પર તેમણે પોતાનું 6-મુદ્દાનું જાહેરનામું શેર કર્યું છે, જેમાં સફેદ કુર્તા-પાયજામા પહેરેલો 'ઓગી' પ્રાણીઓની વચ્ચે ઉભેલો જોવા મળે છે. OJPના વચનોમાં સામેલ છે- બેસહારા પ્રાણીઓ માટે મફત સારવાર, ક્રૂરતા સામે કડક કાયદા, વધુ શેલ્ટર હોમ, દરરોજ ભોજન કરાવવાનું મિશન અને એડોપ્શન (દત્તક લેવા)નું અભિયાન. તેમનો નારો છે- "દરેક જીવની કિંમત છે, અને અમે તેને સાચું માનીએ છીએ."

5. NEET પેપર લીકના મુદ્દે પણ રજૂ કરી વાત

આ પેરોડી પાર્ટી વિદ્યાર્થીઓના ગંભીર મુદ્દાઓ પર પણ પોતાનો અવાજ ઉઠાવી રહી છે. OJPએ ઇન્સ્ટાગ્રામ પર એક વિઝ્યુઅલ શેર કરીને NEET પેપર લીક મામલામાં ન્યાયની માંગ કરી છે. તેમના માસ્કોટ (શુભંકર) સાથે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું- "વિદ્યાર્થીઓ ન્યાયના હકદાર છે."

'ઓગી જનતા પાર્ટી'એ ઇન્ટરનેટના વ્યંગ્યને એક નવો વળાંક આપ્યો છે. જ્યાં કોકરોચ પાર્ટી પોતાને 'આળસુ અને બેરોજગારોનો અવાજ' ગણાવી રહી છે, ત્યાં ઓગી પાર્ટી મૂંગા પ્રાણીઓના હક અને વિદ્યાર્થીઓના મુદ્દાઓ ઉઠાવવાની સાથે-સાથે વિરોધીઓના રાજકીય કનેક્શનની પણ ધજ્જિયા ઉડાવી રહી છે. ઇન્ટરનેટની જનતા આ 'કાર્ટૂન વોર'ની ભરપૂર મજા માણી રહી છે.