Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : China will also supply rare earth metals and buy soybeans

US-China Deal: અમેરિકાએ ટેરિફ ઘટાડ્યો, ચીન રેર અર્થ મેટલ્સ પણ પૂરા પાડશે અને સોયાબીન ખરીદશે

Timeછેલ્લું અપડેટ : 30 Oct 2025
લાઇવ ટીવીGoogle News
US-China Deal: અમેરિકાએ ટેરિફ ઘટાડ્યો, ચીન રેર અર્થ મેટલ્સ પણ પૂરા પાડશે અને સોયાબીન ખરીદશે
સોર્સ : gstv

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગે આજે દક્ષિણ કોરિયામાં બેઠક કરી હતી. આ બેઠક બાદ ટ્રમ્પની ચીન પ્રત્યેની તમામ નારાજગી દૂર થઈ હોવાના સંકેત મળ્યા છે. તેમણે આ મુલાકાત બાદ ચીન પર 10 ટકા ટેરિફ ઘટાડ્યો છે.

App Store

દક્ષિણ કોરિયાના બુસાવામાં બંનેની મુલાકાત છ વર્ષ બાદ થઈ છે. બંને એશિયા-પેસેફિક આર્થિક સહયોગ (અપેક) શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ કોરિયા પહોંચ્યા હતા. રિપોર્ટ અનુસાર, શી જિનપિંગના આ પ્રવાસનો ઉદ્દેશ અમેરિકા-ચીન વેપાર અને સુરક્ષા પ્રતિસ્પર્ધક વચ્ચે સિઓલ અને વોશિંગ્ટન સાથે બેઈજિંગના ભાવિ સંબંધોનો પાયો મુકવાનો છે. 

ટ્રમ્પે સકારાત્મક સંકેત આપ્યા

શી જિનપિંગ સાથે મુલાકાત બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમારી મુલાકાત અત્યંત સફળ રહેવાની છે. ચીનના પ્રમુખને એક કઠોર વાર્તાકારની સાથે એક મહાન દેશના નેતા છે. અમે એક-બીજાને સારી રીતે જાણીએ છીએ. અમારી વચ્ચે હંમેશાથી સારા સંબંધ રહ્યા છે. મને લાગે છે કે, અમારી વચ્ચે આ મુલાકાત બાદ વધુ ગાઢ સંબંધ બંધાશે. અને તમારૂ અમારી સાથે જોડાણ સન્માનની વાત છે.

ટ્રમ્પને મળીને સારૂ લાગ્યુંઃ જિનપિંગ

ચીનના પ્રમુખે આ મુલાકાત અંગે જણાવ્યું કે, ટ્રમ્પને મળીને સારૂ લાગ્યું. વિશ્વની બે ટોચની અર્થવ્યવસ્થા વચ્ચે ક્યારેક-ક્યારેક મતભેદો થવા સામાન્ય છે. ચીનનો વિકાસ ટ્રમ્પના  'મેક ગ્રેટ અગેન યુએસએ'ના અભિગમ સાથે છે. અમે અમેરિકા-ચીનના વેપાર સંબંધો માટે એક મજબૂત આધાર બનાવવા માટે તેમની સાથે કામ કરવા તૈયાર છીએ. ઉલ્લેખનીય છે, ગત સપ્તાહે બંને દેશોના વેપાર પ્રતિનિધિએ મલેશિયામાં આયોજિત એક બેઠકમાં વેપારની રૂપરેખા પર હસ્તાક્ષર કર્યા હતાં. જેનાથી ટ્રમ્પ અને શી વચ્ચે શિખર સંમેલનમાં બેઠક કરવાનો માર્ગ મોકળો બન્યો હતો.