મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

રીંછે કાર પર કર્યો હુમલો, માલિકે ઈન્સ્યોરન્સ ક્લેમ કરતા જવું પડ્યું જેલમાં, વાંચો શું છે સમગ્ર મામલો

કેલિફોર્નિયામાં ચાર લોકોએ ઈન્સ્યોરન્સ ક્લેમ માટે મર્યાદા ઓળંગી હતી. કારના ઈન્સ્યોરન્સ ક્લેમ માટે

રીંછે કાર પર કર્યો હુમલો, માલિકે ઈન્સ્યોરન્સ ક્લેમ કરતા જવું પડ્યું જેલમાં, વાંચો શું છે સમગ્ર મામલો

કેલિફોર્નિયામાં ચાર લોકોએ ઈન્સ્યોરન્સ ક્લેમ માટે મર્યાદા ઓળંગી હતી. કારના ઈન્સ્યોરન્સ ક્લેમ માટે, તેઓએ નકલી રીંછ બનીને પોતાની જ કાર પર હુમલો કરવાનું નાટક કર્યું. જ્યારે કંપનીને ક્લેમ માટે આપવામાં આવેલા વીડિયો પર શંકા ગઈ ત્યારે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઈમરજન્સી, લાખો વિદેશીઓને બહાર કરવા ટ્રમ્પનો મેગા પ્લાન

કેલિફોર્નિયાના અધિકારીઓએ ઈન્સ્યોરન્સ ફ્રોડને 'ઓપરેશન બેર ક્લો' નામ આપ્યું છે, જે આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયું હતું, જ્યારે ચાર શકમંદોએ દાવો કર્યો હતો કે રીંછે તેમની 2010 રોલ્સ રોયસ પર હુમલો કર્યો હતો. જ્યારે તે લેક ​​એરોહેડમાં પાર્ક કરવામાં આવી હતી. આ હુમલામાં કારના અંદરના ભાગને ખરાબ રીતે નુકસાન થયું હતું.

કાર પર હુમલો થયો તે વિસ્તાર રીંછ માટે પ્રખ્યાત

કાર પર જ્યાં રીંછે હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તે વિસ્તાર સાન બર્નાર્ડિનોમાં સ્થિત છે, જે તેના મોટા કાળા રીંછની વસ્તી માટે પ્રખ્યાત છે. શકમંદોએ ઈન્સ્યોરન્સ ક્લેમને આપેલી વીડિયો ફૂટેજ શંકાસ્પદ હતી. તેમાં એક રુંવાટીદાર પ્રાણી રોલ્સ રોયસની પાછળની સીટમાં ઘૂસીને તેને ચીરતું દેખાતું હતું. પરંતુ વીડિયોમાં કંઈક એવું જોવા મળ્યું હતું, જેણે કઈંક ગડબડ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફિશ એન્ડ વાઈલ્ડલાઈફ કહે છે કે રાજ્યમાં માત્ર કાળા રીંછ જ છે. કાર પર હુમલો કરતા જોવા મળતા રીંછ આછા ભૂરા રંગના હતા. આ ઉપરાંત, તેની ક્રિયાઓ પણ રીંછ જેવી ન હતી.

તપાસ દરમિયાન રીંછની વર્તણૂક કુદરતી ન લાગી

જ્યારે વીડિયોની વધુ તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે રીંછ નહીં, પરંતુ રીંછના પોશાકમાં કોઈ વ્યક્તિ છે. વિભાગે કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફિશ એન્ડ વાઈલ્ડલાઈફના એક જીવવિજ્ઞાની પાસે રીંછના ત્રણ કથિત વીડિયોની સમીક્ષા કરાવી. જે બાદ તેમણે એમ કહ્યું હતું કે તે રીંછના વસ્ત્રોમાં સ્પષ્ટપણે કોઈ માણસ છે.

અન્ય ચાર લોકોએ પણ દાવા કર્યા હતા

તપાસકર્તાઓએ પાછળથી શોધ્યું કે ચાર શકમંદોએ અન્ય લક્ઝરી વાહનો 2015 મર્સિડીઝ G63 AMG અને 2022 મર્સિડીઝ E350 પર રીંછના હુમલાને લગતા વધુ બે ઈન્સ્યોરન્સ ક્લેમ દાખલ કર્યા હતા. આવી સ્થિતિમાં, પ્રથમ દાવાના વીડિયો ફૂટેજની તપાસ કર્યા પછી, તે ઘણી હદ સુધી સ્પષ્ટ થઈ ગયું છે કે અન્ય દાવાઓ પણ એક પ્રકારના ફ્રોડનું કાવતરું છે.

પોલીસને રીંછના કપડા અને મેટલના નખ મળ્યા

પોલીસ કંઈપણ છોડવા માંગતી નહતી. તેમને અંતિમ પુરાવો જોઈતો હતો. આ કારણોસર, કેલિફોર્નિયા પોલીસ અધિકારીઓએ ચાર શકમંદોના ઘરે સર્ચ વોરંટ ચલાવ્યું. આ દરમિયાન, રીંછનો પોશાક મળી આવ્યો હતો જેનું માથું રુવાંટીવાળું હતું, પંજા અને નુકસાન પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા તીક્ષ્ણ પંજા આકારના ધાતુના સાધનો મળી આવ્યા હતા.

1.20 કરોડના ફ્રોડનો આરોપ

કેસ હાલમાં સમીક્ષા હેઠળ છે, પરંતુ જો બધા દોષિત ઠરશે, તો ચારેય શકમંદોએ આશરે $142,000 (રૂ. 1.20 કરોડ) ની કંપનીઓની ફ્રોડ કરવા માટે જેલ જવું પડશે. હાલ તમામ પોલીસ કસ્ટડીમાં છે.

આ સમાચાર શેર કરો