મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

BBCએ હમાસ કમાન્ડરના પુત્રને પોતાની ડોક્યુમેન્ટરીમાં બનાવ્યો 'હીરો', ડોલર પણ પણ આપ્યા, થયો વિવાદ 

BBC ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ વખતે વાત થોડી વધુ ગંભીર છે. આ વખતે ત

BBCએ હમાસ કમાન્ડરના પુત્રને પોતાની ડોક્યુમેન્ટરીમાં બનાવ્યો 'હીરો', ડોલર પણ પણ આપ્યા, થયો વિવાદ 

BBC ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ વખતે વાત થોડી વધુ ગંભીર છે. આ વખતે તેણે હમાસ જેવા આતંકવાદી સંગઠનના નેતાના પુત્રને પોતાની ડોક્યુમેન્ટરીમાં હીરો બનાવ્યો છે. તો સાથે ડોક્યુમેન્ટરી બનાવનારાઓએ હમાસ જેવા આતંકવાદી સંગઠનના નેતાની પત્નીને પૈસા પણ આપ્યા.

અહેવાલો અનુસાર, BBC એ 'ગાઝા: હાઉ ટુ સર્વાઈવ અ વોરઝોન' નામની એક ફિલ્મ બનાવી હતી જેમાં 14 વર્ષના અબ્દુલ્લા અલ-યાઝુરીએ ગાઝાના જીવન વિશે જણાવ્યું હતું. પરંતુ પાછળથી એવું બહાર આવ્યું કે અબ્દુલ્લાના પિતા ડૉ. અયમાન અલ-યાઝુરી હમાસ સરકારમાં નાયબ કૃષિ પ્રધાન હતા. દુનિયા હમાસને આતંકવાદી સંગઠન માને છે અને BBC  પર પ્રશ્નો ઉભા થયા હતા કે તેણે આવા વ્યક્તિના પુત્રને કેમ પસંદ કર્યો? શું આ આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ હતો?

ફિલ્મ બનાવતી કંપની અબ્દુલ્લાના હમાસ સાથેના સંબંધોથી વાકેફ હતી

જોકે, BBCએ માફી માંગી છે અને ફિલ્મ દૂર કરી છે. પણ લોકો ગુસ્સે છે. એવું બહાર આવ્યું કે ફિલ્મ બનાવતી કંપની, હોયો ફિલ્મ્સ, અબ્દુલ્લાના પિતાના હમાસ સાથેના સંબંધોથી વાકેફ હતી, પરંતુ તેણે BBCને આ વિશે જણાવ્યું ન હતું. BBCએ પણ યોગ્ય રીતે તપાસ કરી ન હતી. આ ઉપરાંત, અબ્દુલ્લાની માતાને પૈસા પણ આપવામાં આવ્યા. 

યુકેના સંસ્કૃતિ સચિવ લિસા નંદીએ કહ્યું

બ્રિટિશ સરકાર આ બાબતે કડક વલણ અપનાવ્યું છે. યુકેના સંસ્કૃતિ સચિવ લિસા નંદીએ કહ્યું કે તેઓ "નક્કર પુરાવા" ઇચ્છે છે કે આતંકવાદીઓને પૈસા આપ્યા છે કે કેમ? તે જ સમયે, સામાન્ય લોકો BBCનો વિરોધ કરી રહ્યા છે. વિરોધીઓએ BBCને આતંકવાદીઓનું પ્લેટફોર્મ ગણાવ્યું છે.

જોકે, કેટલાક 'ઉદારવાદી' લોકોને BBCનો દસ્તાવેજી ફિલ્મ દૂર કરવાનો નિર્ણય ગમ્યો નહીં. કેટલાક લોકો કહે છે કે આ ફિલ્મ બાળકોનો અવાજ ઉઠાવવા માટે હતી અને ગાઝામાં મુશ્કેલ જીવન દર્શાવતી હતી. ગેરી લાઇનકર જેવા મોટા નામોએ તેને સેન્સરશીપ ગણાવી.

BBC પર સત્ય છુપાવવાનો આરોપ 

વધુમાં, હમાસ નેતાના પુત્રને પ્લેટફોર્મ આપવા ઉપરાંત, BBCએ દસ્તાવેજીમાં વપરાયેલી ટ્રાન્સક્રિપ્ટનો ખોટો અનુવાદ પણ કર્યો હતો જેથી આતંકવાદી મન્સૂરને ખતરનાકને બદલે હળવો દર્શાવી શકાય. હકીકતમાં, BBC એ ડોક્યુમેન્ટરીમાં 'જેહાદ' ને બદલે 'લડાઈ' શબ્દનો ઉપયોગ કર્યો છે અને 'યહૂદી' ને 'ઇઝરાયેલી' તરીકે વર્ણવ્યું છે. આવી સ્થિતિમાં, લોકો BBC પર સત્ય છુપાવવાનો આરોપ લગાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો