મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ત્રણ દિવસમાં ચૂકવવા પડશે 630 મિલિયન ડોલર! રશિયાના દબાણને કારણે બાંગ્લાદેશ મુકાયું મુશ્કેલીમાં 

રૂપપુર એટોમિક પાવર સ્ટેશન એ બાંગ્લાદેશનો પ્રથમ પરમાણુ વીજ ઉત્પાદન પ્રોજેક્ટ છે. બાંગ્લાદેશે આ પ્રોજેક્ટના

ત્રણ દિવસમાં ચૂકવવા પડશે 630 મિલિયન ડોલર! રશિયાના દબાણને કારણે બાંગ્લાદેશ મુકાયું મુશ્કેલીમાં 

રૂપપુર એટોમિક પાવર સ્ટેશન એ બાંગ્લાદેશનો પ્રથમ પરમાણુ વીજ ઉત્પાદન પ્રોજેક્ટ છે. બાંગ્લાદેશે આ પ્રોજેક્ટના નિર્માણ માટે રશિયા પાસેથી લગભગ US$12.65 બિલિયનની લોન લીધી હતી.

આ પ્રોજેક્ટના 90 ટકા ફંડિંગ માટે બાંગ્લાદેશે રશિયા પાસેથી લોન લીધી હતી. આ લોનની મદદથી ન્યુક્લિયર પાવર સેન્ટરનું નિર્માણ કાર્ય આગળ વધી રહ્યું છે.

જો કે સરકાર બદલાયા બાદ આ પરમાણુ પ્રોજેક્ટ બાંગ્લાદેશની વચગાળાની સરકાર માટે મોટો માથાનો દુખાવો બની ગયો છે. તાજેતરમાં, રશિયાએ બાંગ્લાદેશ સરકારને રૂપપુર ન્યુક્લિયર પાવર સ્ટેશનના નિર્માણ માટે આપવામાં આવેલી લોન પર US$630 મિલિયનનું વ્યાજ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. અહેવાલ મુજબ રશિયાએ આ રકમની ચુકવણી માટે 15 સપ્ટેમ્બરની સમયમર્યાદા નક્કી કરી છે.

આ સમાચાર શેર કરો