Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : At least 16 people killed in massive blast in Karachi, Pakistan

પાકિસ્તાનના કરાંચીમાં પ્રચંડ બ્લાસ્ટ, ઓછામાં ઓછા 16 લોકોના મોત

Timeછેલ્લું અપડેટ : 19 Feb 2026
લાઇવ ટીવીGoogle News
પાકિસ્તાનના કરાંચીમાં પ્રચંડ બ્લાસ્ટ, ઓછામાં ઓછા 16 લોકોના મોત
સોર્સ : google

પાકિસ્તાનના કરાંચીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ગુરુવારે એક એપાર્ટમેન્ટમાં ગેસ લીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ થતાં ઈમારતનો એક હિસ્સો જ ધરાશાયી થઇ ગયો હતો. જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 16 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જોકે 14 થી વધુ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. 

App Store

સ્થાનિક પોલીસના વડાએ આપી માહિતી 

સ્થાનિક પોલીસના વડા રિઝવાન પટેલે આ મામલે જણાવ્યું કે વિસ્ફોટની ઘટના રાજધાની કરાચીના એક રહણાંક વિસ્તારમાં બની હતી. હજુ પણ કાટમાળમાં કોઈ ફસાયેલો છે કે તે જાણવા માટે બચાવકર્મીઓ કાટમાળ હટાવી રહ્યા છે. પહેલા કુલ 13 લોકોના મોત થયાની પુષ્ટી થઇ હતી પણ રેસ્ક્યૂ દરમિયાન વધુ 3 મૃતદેહો મળતાં કુલ મૃત્યુઆંક 16ને સ્પર્શી ગયો હતો. 

રમઝાનના પહેલા રોઝે બની દુઃખદ ઘટના 

પોલીસ અધિકારી જમશેદ અશરફે જણાવ્યું કે આ વિસ્ફોટ સવારે આશરે 4:30 વાગ્યે ઓલ્ડ સોલ્જર બજાર વિસ્તારમાં આવેલી એક ઈમારતના પહેલા માળે થયો હતો. આ એ જ સમય હતો જ્યારે લોકો રમઝાન મહિનાના પહેલા રોઝા માટે જાગીને સહેરી કરી રહ્યા હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે ગેસ લીકેજના કારણે જ બ્લાસ્ટ થયો હતો. હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને પછી જ વધુ જાણકારી શેર કરવામાં આવશે.