મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

બાંગ્લાદેશ: શેખ હસીનાના રોકાણ સલાહકાર અને પૂર્વ કાયદા પ્રધાનની ધરપકડ, હાથ બાંધીને બોટ પર બેસાડાયા

ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના રોકાણ સલાહકાર સલમાન એફ રહેમાન અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ

બાંગ્લાદેશ: શેખ હસીનાના રોકાણ સલાહકાર અને પૂર્વ કાયદા પ્રધાનની ધરપકડ, હાથ બાંધીને બોટ પર બેસાડાયા

ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના રોકાણ સલાહકાર સલમાન એફ રહેમાન અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ કાયદા પ્રધાન અનીસુલ હકની ઢાકાના સદરઘાટથી ભાગતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમને ગુનેગારોની જેમ દોરડાથી બાંધવામાં આવ્યા હત, અને એક કલાકમાં જ તેમના પર ડબલ મર્ડરનો આરોપ મુકાયો.

પૂર્વ કાયદા મંત્રીની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી 

આર્મી ચીફની આ ટિપ્પણી એવા દિવસે આવી છે જ્યારે પૂર્વ કાયદા મંત્રી અનીસુલ હક અને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ખાનગી ઉદ્યોગ અને રોકાણના સલાહકાર સલમાન એફ રહેમાનની ઢાકામાં ધરપકડ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, હસીનાની અવામી લીગના ઘણા વરિષ્ઠ નેતાઓ અને સાંસદો અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીઓએ દેશ છોડી દીધો છે. અન્ય ઘણા મંત્રીઓ તેમના સરકારી અથવા ખાનગી રહેઠાણો છોડીને સુરક્ષિત સ્થળોએ છુપાઈ ગયા છે.

બાંગ્લાદેશના હિન્દુ નેતાઓએ 278 સ્થળોએ હુમલાનો આરોપ લગાવ્યો


બાંગ્લાદેશમાં હિન્દુઓની સર્વોચ્ચ સંસ્થાએ મંગળવારે જણાવ્યું હતું કે 5 ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી લઘુમતી હિન્દુ સમુદાયને 48 જિલ્લામાં 278 સ્થળોએ હુમલા અને ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. સર્વોચ્ચ સંસ્થાએ તેને 'હિંદુ ધર્મ પર હુમલો' ગણાવ્યો હતો.

આ સમાચાર શેર કરો