મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

શાંતિ મંત્રણા વચ્ચે ચીને ફરી કરી અવરચંડાઈ, LAC નજીક શરૂ કરી કોમ્બેટ ડ્રિલ

ભારત દેશ એક તરફ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે બીજી

શાંતિ મંત્રણા વચ્ચે ચીને ફરી કરી અવરચંડાઈ, LAC નજીક શરૂ કરી કોમ્બેટ ડ્રિલ

ભારત દેશ એક તરફ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક કોમ્બેટ ડ્રિલ શરૂ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે. ચીનના સૈન્ય પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ની શિનજિયાંગ મિલિટ્રી કમાન્ડના રેઝિમેન્ટની આગેવાનીમાં આ યુદ્ધાભ્યાસ કરાયો હતો. 

આધુનિક હથિયારો સાથે ડ્રેગનની ડ્રીલ 

ચીનની કોમ્બેટ ડ્રિલમાં તમામ વિસ્તારોમાં વાપરી શકાય તેવા વાહનો, માનવરહિત સિસ્ટમ અને ડ્રોન સહિત સૈન્યની અપગ્રેડેડ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો. ચીન તરફથી આ કાર્યવાહી એવા સમયે કરાઈ છે જ્યારે ભારત અને ચીન વચ્ચે પહેલાંથી જ શાંતિ મંત્રણા ચાલી રહી છે. 

આ પણ વાંચો: વિશ્વમાં ફરવા લાયક ટોપ-52 દેશોની યાદી થઈ જાહેર, જુઓ ભારતના કયા રાજ્યનો થયો સમાવેશ

2024માં ભારત-ચીન વચ્ચે થયો હતો કરાર 

ભારત અને ચીન વચ્ચે LAC પર સૈનિકો પાછા બોલાવી લેવા અને ફરી પેટ્રોલિંગ શરૂ કરવા અંગે 21 ઓક્ટોબર 2024ના રોજ એક કરાર થયો હતો. આ કરાર 2020માં ગલવાન ખીણમાં સર્જાયેલી અથડામણ બાદ બંને વચ્ચે વધી ગયેલા તણાવને ઘટાડવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું હતું. 

ટોચના અધિકારીઓ વચ્ચે બેઠક બાદ થયો હતો કરાર

આ કરાર હેઠળ બંને દેશોએ ડેપસાંગ અને ડેમચોક જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરવા સંમતિ દર્શાવી હતી. ભારતના એનએસએ અજિત ડોભાલ અને ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે યોજાયેલી હાઈ લેવલની બેઠક બાદ આ કરાર થયો હતો. 

આ સમાચાર શેર કરો