VIDEO: અમેરિકા ઈરાન પર હુમલો નહીં કરે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણ ખુલશે; ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત
મિડલ ઈસ્ટ (Middle East)માં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તંગદિલી વચ્ચે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા હવે ઈરાન (Iran) પર હુમલો નહીં કરે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાને તેમની તમામ શરતો સ્વીકારી લીધી છે, જેમાં સ્ત્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ને સંપૂર્ણ રીતે ખોલવો અને પરમાણુ કાર્યક્રમ (Nuclear Program) બંધ કરવાનો સમાવેશ થાય છે.
'બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો હુમલો થવાનો હતો'
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર માહિતી આપતાં જણાવ્યું હતું કે અમેરિકા ઈરાન સામે સૈન્ય કાર્યવાહી (Military Action) માટે સંપૂર્ણ રીતે તૈયાર હતું. તેમણે દાવો કર્યો હતો કે જો આ હુમલો થયો હોત, તો તે બીજા વિશ્વયુદ્ધ (World War II) પછીનો સૌથી મોટો અને વિનાશક હુમલો સાબિત થયો હોત. પરંતુ ઈરાન અને મિડલ ઈસ્ટના અન્ય દેશોની અપીલ બાદ આ સૈન્ય હુમલો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈરાને અમેરિકાની શરતો સ્વીકારી: ટ્રમ્પનો દાવો
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે અમેરિકા દ્વારા જે શરતો મૂકવામાં આવી હતી, ઈરાન તેના પર સહમત થઈ ગયું છે. આ કરાર (Deal) ની મુખ્ય શરતો નીચે મુજબ છે:
-
સ્ત્રેટ ઓફ હોર્મુઝનું ખુલ્લું મુકાવું: આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર અને ખાસ કરીને ક્રૂડ ઓઈલ (Crude Oil) ના પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામા આવતો સ્ત્રેટ ઓફ હોર્મુઝનો માર્ગ હવે સંપૂર્ણપણે સુરક્ષિત અને ખુલ્લો રહેશે.
-
ન્યુક્લિયર પ્રોગ્રામ પર રોક: ઈરાન ભવિષ્યમાં ક્યારેય ન્યુક્લિયર બોમ્બ (Nuclear Bomb) બનાવશે નહીં અને તેના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે બંધ કરશે.
-
ઈઝરાયેલની સહમતી: ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે ઈઝરાયેલ (Israel) પણ આ ક્ષેત્રીય શાંતિ સમજૂતી (Peace Commitment) માં અમેરિકા સાથે જોડાવા તૈયાર થઈ ગયું છે.
"મિડલ ઈસ્ટના દેશોની વિનંતી અને વિશ્વના ભવિષ્યના હિતને ધ્યાનમાં રાખીને, અમે હુમલાનો પ્લાન રદ કર્યો છે. એક સફળ અને શાંતિપૂર્ણ ઈરાન માટે આ કરાર ઝડપથી પૂર્ણ થાય તે જરૂરી છે." — ડોનાલ્ડ ટ્રમ્પ (અમેરિકી રાષ્ટ્રપતિ)
અમેરિકાએ નાગરિકો માટે એડવાઈઝરી (Advisory) પણ કરી હતી જાહેર
ઉલ્લેખનીય છે કે આ જાહેરાત પહેલા મિડલ ઈસ્ટમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. અમેરિકી વિદેશ મંત્રાલયે તે વિસ્તારમાં રહેતા પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી (Travel Advisory) જારી કરીને તાત્કાલિક વિસ્તાર છોડવા અથવા એરલાઈન્સ (Airlines) ની ફ્લાઈટ્સ રદ થવા માટે તૈયાર રહેવા સૂચના આપી હતી. પરંતુ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલની દિશામાં પ્રગતિ થતાં યુદ્ધનું વાદળ વિખેરાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે.

