VIDEO: અમેરિકામાંથી ભારતીયોનું ડિપોર્ટેશન: 2026માં અત્યાર સુધીમાં 1273 ભારતીયો ડિપોર્ટ કરાયા, વિદેશ મંત્રાલયે આપ્યા આંકડા
અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અથવા નિયમોના ભંગ બદલ ભારતીય નાગરિકોને પરત મોકલવાની પ્રક્રિયા ચાલુ છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયો અંગેના તાજેતરના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "વર્ષ 2026માં એટલે કે 1 જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા)માંથી કુલ 1273 ભારતીય નાગરિકોને ભારત પરત મોકલવામાં આવ્યા છે."
વર્ષ 2025ના આંકડા સાથે સરખામણી
વિદેશ મંત્રાલય દ્વારા ગત વર્ષ 2025 દરમિયાન કરવામાં આવેલા ડિપોર્ટેશનના આંકડા પણ શેર કરવામાં આવ્યા હતા. પ્રવક્તા રણધીર જયસ્વાલના જણાવ્યા મુજબ, વર્ષ 2025 દરમિયાન કુલ 3,567 ભારતીય નાગરિકોને અમેરિકામાંથી ડિપોર્ટ કરીને ભારત પરત લાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અમેરિકન તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશતા અને વિઝા નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સમયઅંતરે ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવે છે.

