Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Big news for Indians living in America; A bill will be introduced to give green card to residents for 7 years

VIDEO: અમેરિકામાં રહેતા ભારતીયો માટે મોટા સમાચાર; 7 વર્ષથી રહેનારાઓને ગ્રીન કાર્ડ આપવાનું બિલ રજૂ થશે

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકામાં રહેતા લાખો ભારતીયો માટે નવું બિલ આશાનું કિરણ લઈ આવ્યું છે. ડેમોક્રેટ સેનેટર એલેક્સ પેડિલાના બિલ મુજબ અમેરિકામાં સાત વર્ષથી કાયદેસર રહેનારાને ગ્રીન કાર્ડ આપવું જોઈએ. જો આ બિલ પસાર થાય તો અમેરિકામાં રહેતા લાખો ભારતીયો સહિત કુલ ૮૦ લાખ જેટલા લોકોને ફાયદો થશે. તેના લીધે આટલા બધા લોકોનો અમેરિકન નાગરિક બનવાનો માર્ગ મોકળો બનશે.

App Store

કેલિફોર્નિયાના સેનેટર એલેક્સ પેડિલાનું કહેવું છે કે આ પ્રસ્તાવ ઇમિગ્રેશન સાથે જોડાયેલા તે નિયમને બદલશે જેને ૧૯૮૬થી અપડેટ કરવામાં આવ્યો નથી. પેડિલાની ઓફિસે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાં મેં ટ્રમ્પ તંત્ર દ્વારા મહેનતુ વસાહતીઓ સાથે કરવામાં આવતા ક્રૂર વ્યવહારનો વિરોધ કરવા માટે આ બિલ રજૂ કર્યુ હતુ. પેડિલાનું કહેવું છે કે કોંગ્રેસ દેશમાં લાંબા સમયથી રહેતા આપણા અર્થતંત્ર અને સમાજમાં ફાળો આપતા લાખો લોકોની અવગણના ન કરી શકે, પરંતુ હાલમાં તો આ બિલ પસાર થવાનું સપલું લાગે છે કેમકે રિપબ્લિકન તેનાથી ઉલટી દિશામાં કામ કરી રહ્યા છે.

ઇમિગ્રેશન એક્ટ ઓફ ૧૯૨૯ની જોગવાઈઓનું નવીનીકરણ કાયદો તે વસાહતીઓને સ્થાનિક રહેવાસીનો દરજ્જો આપવાની મંજૂરી આપશે, જે દેશમાં કમસેકમ સાત વર્ષથી કાયદેસર રીતે વસવાટ કરતો હોય. અરજદારનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોવો જોઈએ અને તેણે ગ્રીન કાર્ડ માટે જરૂરી બધી શરતોને પૂરી કરેલી હોવી જોઈએ. આ બિલમાં ડ્રીમર્સ, ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ ધારક, જરૂરી સેવાઓમાં કામ કરનારા લોકો અને લાંબા સમયથી વિઝાધારક લોકોના બાળકો સામેલ છે.

આ બિલના લીધે કુશળ કામદારોને મદદ મળી શકે છે, જેમા એચ-૧બી વિઝા વર્કર સામેલ છે, જેઓ રોજગાર આધારિત ગ્રીન કાર્ડ માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. આ દરખાસ્તને ભારતીય વ્યવસાયિકો માટે મહત્ત્વની માનવામાં આવે છે, જે એચ-૧બી વિઝાધારકોમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. તેઓ ઘણી વખત એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ લિમિટ્સના કારણે પરમેનન્ટ રેસિડેન્સી માટે લાંબી રાહ જોવી પડે છે. હાલમાં એલિજિબિલિટી કટ ઓફ પહેલી જન્યુઆરી ૧૯૭૨ છે. જ્યારે પેડિલાનો પ્રસ્તાવ તે તારીખથી સાત વર્ષનો નિયમ અમલમાં લાવવા કહે છે. આ ઠરાવ પસાર થયો તો તે પસાર થયાના ૬૦ દિવસમાં અમલી બનશે. જો કે ટ્રમ્પના શાસનમાં તે પસાર થાય તેવી જરા પણ સંભાવના નથી.