Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ટ્રેન્ડિંગ : the girl was suddenly fired from her job after doing black labor for 6 months!

VIDEO: અમેરિકામાં કરિયર બનાવવાનું સપનું રોળાયું: 6 મહિના કાળી મજૂરી કરાવી યુવતીને અચાનક નોકરીમાંથી કાઢી મૂકી!

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકામાં કરિયર બનાવવાનું સપનું જોઈ રહેલી એક ભારતીય યુવતી સાથે કંઈક એવું બન્યું જેણે સોશિયલ મીડિયા પર દરેકને ચોંકાવી દીધા. એક સ્ટાર્ટઅપમાં સોશિયલ મીડિયા ગ્રોથ મેનેજર તરીકે જોડાયેલી રુચિકા જૈનને ગણતરીના 6 મહિનામાં જ નોકરી ગુમાવવાનો વારો આવ્યો. હેરાનીની વાત તો એ છે કે કંપનીએ તેને પરમનન્ટ (પાક્કી નોકરી) કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ ઓફર લેટર આપ્યા પહેલાં જ નોકરીમાંથી કાઢી મૂકી.

App Store

ઓફર લેટર અને આગોતરી જાણ વગર જ કરી દીધી છટણી

રુચિકાએ જણાવ્યું કે તે દરરોજની જેમ પોતાના કામ માટે લોગ-ઈન કરી રહી હતી, ત્યારે જ તેના મેનેજરનો ફોન આવ્યો. કોલ પર તેને કહેવામાં આવ્યું કે બજેટની અછતના કારણે તેનું પદ નાબૂદ કરવામાં આવી રહ્યું છે. આ વાત પૂરી થતાં જ તેના તમામ વર્ક એકાઉન્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા. તેને સંભાળવાનો કે નોટિસ પીરિયડ પૂરો કરવાનો પણ મોકો ન મળ્યો.

રજાઓ અને બીમારીમાં પણ કામ કર્યું, છતાં મળ્યો આવો બદલો

ડિસેમ્બરમાં કંપની સાથે જોડાયા પછી રુચિકાએ કામને જ હંમેશાં પ્રાથમિકતા આપી હતી. તેણે ક્રિસમસ અને ન્યૂ યરની રજાઓ દરમિયાન પણ કામ કર્યું હતું. એટલું જ નહીં, દાદાજીના અવસાન પછી પણ તે ઘરે ન ગઈ અને પીઠના દુખાવા છતાં મોડી રાત સુધી કામ કરતી રહી.

મૌખિક આશ્વાસન પર ભરોસો રાખ્યો, પણ હાથમાં આવ્યો માત્ર ઝૂમ કોલ

3 મહિનાનો પ્રોબેશન પીરિયડ પૂરો થયા પછી તેને મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું કે તે હવે ફૂલ-ટાઈમ કર્મચારી છે અને ટૂંક સમયમાં નવો ઓફર લેટર મળશે. અઢી મહિના સુધી તે આ લેટરની રાહ જોતી રહી, પરંતુ ઓફર લેટરને બદલે તેની પાસે છટણી માટેનો ઝૂમ કોલ આવ્યો.

સોશિયલ મીડિયા પર મળ્યો લોકોનો જોરદાર સપોર્ટ

આ મુશ્કેલ સમયમાં પણ રુચિકાએ સકારાત્મક વલણ જાળવી રાખ્યું છે. તેણે કહ્યું કે તે આ અનુભવથી મળેલા શીખ માટે આભારી છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થયા પછી લોકો તેના સમર્થનમાં આવ્યા છે અને તેને હિંમત ન હારવાની સલાહ આપી રહ્યા છે.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News