Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 67-nation meeting in America: India protests against Marco Rubio's statement on Islamic terrorism

VIDEO: અમેરિકામાં ૬૭ દેશોની બેઠક: ઇસ્લામિક આતંકવાદ પર માર્કો રુબિયોના નિવેદન સામે ભારતનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકાના વોશિંગ્ટનમાં ડાબેરી ઉગ્રવાદ અને આતંકવાદ વિરુદ્ધ આયોજિત એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારત સહિત દુનિયાના ૬૭ દેશોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ દાવો કર્યો હતો કે વૈશ્વિક સ્તરે જીહાદી (ઇસ્લામિક) આતંકવાદનો ખતરો હવે ઘણો ઓછો થઈ ગયો છે અને હવે દુનિયાએ ડાબેરી આતંકવાદ સામે એકજૂથ થવાની જરૂર છે.

App Store

અમેરિકી વિદેશ મંત્રીના આ આકલન સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા અમેરિકાના ભારતીય રાજદૂત વિનય ક્વાત્રાએ સ્પષ્ટ કર્યું કે ભારત માટે જીહાદી આતંકવાદ આજે પણ એટલો જ મોટો ખતરો છે, જેનું તાજું ઉદાહરણ ૨૦૨૫નો પહલગામ આતંકવાદી હુમલો છે. ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે આતંકવાદને કોઈ શ્રેણીમાં વહેંચી શકાય નહીં અને તમામ પ્રકારના આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવી પડશે. ક્વાત્રાએ ખાસ કરીને સરહદ પારના આતંકવાદ અને અલગતાવાદી સંગઠનોનો મુદ્દો ઉઠાવ્યો જે ભારતની સુરક્ષા માટે મોટો પડકાર છે.

માર્કો રુબિયોએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આજનો ડાબેરી આતંકવાદ કોઈ એક દેશ પૂરતો સીમિત નથી, પરંતુ તે એક દેશમાંથી ફંડ મેળવે છે, બીજા દેશના સર્વરનો ઉપયોગ કરે છે અને ત્રીજા દેશમાં હુમલા કરે છે. આ નેટવર્કને તોડવા માટે વૈશ્વિક સહયોગ જરૂરી છે. જોકે, અમેરિકા દ્વારા આખી બેઠકનો એજન્ડા માત્ર ડાબેરી ઉગ્રવાદ પર કેન્દ્રિત કરાતા ભારત સહિત અનેક દેશો અસંમત હતા, જેના કારણે ઘણા દેશોએ આ બેઠકમાં પોતાના વરિષ્ઠ મંત્રીઓ મોકલવાનું ટાળ્યું હતું.