Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Big blow to Indian students studying in America: Trump changed visa rules, now only 4 years stay is allowed

VIDEO: અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો: ટ્રમ્પે બદલ્યા વિઝા નિયમો, હવે માત્ર ૪ વર્ષ રહેવાની મંજૂરી

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Donald Trump on Visa : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળી ત્યારથી ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ આકરી નીતિ અપનાવી છે. હવે ટ્રમ્પ સરકાર જૂનો નિયમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે, જેમાં સરકારી સુવિધાઓનો લાભ મેળવનારા વસાહતીઓને ગ્રીન કાર્ડ આપવાનો સરકાર ઈનકાર કરી શકશે. વધુમાં ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓ, એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારોને વિઝા માટે નવા નિયમો તૈયાર કર્યા છે. આ નિયમોના પગલે 3.3 લાખ ભારતીય વિદ્યાર્થીઓ સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ આકરા વિઝા નિયમોનો સામનો કરવો પડશે.

App Store

ટ્રમ્પ સરકાર 'પબ્લિક ચાર્જ' નામથી ઓળખાતી નીતિ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ નીતિ ગુરુવારે ફેડરલ રજિસ્ટરમાં જોવા મળી હતી અને તેને 20 જુલાઈએ ઔપચારિક રીતે પ્રકાશિત કરાશે. આ નીતિ હેઠળ ફૂડ સ્ટેમ્પ, મેડકેડ (સ્વાસ્થ્ય સુવિધા) અને હાઉસિંગ વાઉચર જેવી સરકારી સુવિધાઓ મેળવનારા વસાહતીઓને ગ્રીન કાર્ડ આપવાનો ટ્રમ્પ સરકાર ઈનકાર કરી શકશે.

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ તરીકેના પહેલા કાર્યકાળમાં ફેબુ્રઆરી 2020માં પહેલી વખત આ નીતિ લાગુ કરાઈ હતી. તે સમયે તેનો આશય કાયદાકીય રૂપે આવતા વસાહતીઓની સંખ્યા મર્યાદિત કરવાનો હતો. જોકે, પાછળથી ડેમોક્રેટિક પ્રમુખ જો બાઈડેનના સત્તામાં આવ્યા પછી આ નિર્ણયને પલટી દેવાયો હતો.

રિપબ્લિકન શાસન કાયદાકીય અને ગેરકાયદે વસાહતીઓ પર લગામ લગાવવા આકરાં પગલાં લઈ રહ્યું છે ત્યારે આ નીતિનો ફરીથી અમલ શરૂ કરાશે. અમેરિકામાં સ્વાસ્થ્ય સેવા અને ભોજનનો ખર્ચ સતત વધી રહ્યો છે તેવા સમયે ટ્રમ્પ સરકાર ફરીથી આ નીતિ લાવી રહી છે.

બીજીબાજુ ટ્રમ્પ સરકારે અમેરિકામાં વિઝા માટેના નવા નિયમો નિશ્ચિત કર્યા છે, જેના હેઠળ વિદેશી વિદ્યાર્થીઓ, એક્સચેન્જ વિઝિટર્સ અને વિદેશી પત્રકારોના વિઝા માટે નવી સમય મર્યાદા નિશ્ચિત કરાઈ છે. આ સાથે ટ્રમ્પ સરકારે દાયકાઓ જૂની વ્યવસ્થા ખતમ કરી દેશે. અમેરિકન હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ (ડીએચએસ)એ ગુરુવારે નવા નિયમોને અંતિમરૂપ આપી દીધું છે.

નવા નિયમો હેઠળ એફ-1 વિઝા પરના વિદ્યાર્થીઓને સામાન્ય રીતે ચાર વર્ષ માટે અમેરિકામાં રહેવાની મંજૂરી અપાય છે. તેમનો અભ્યાસ પૂરો કરવા માટે વધુ સમયની જરૂર પડે તે વિદ્યાર્થીએ હવે તેમની રોકાણ સમય મર્યાદા પૂરી થાય તે પહેલાં ડીએચએસ તરફથી એક્સટેન્શન માગવું પડશે. આ નિયમોમાં જે-1 એક્સચેન્જ વિઝિટર્સ અને આઈ-વિઝા ધરાવતા વિદેશી પત્રકારોને રોકાણ માટે નિશ્ચિત સમય મર્યાદા રજૂ કરાઈ છે. આ નિયમોને હવે કોંગ્રેસમાં સમીક્ષા માટે રજૂ કરાશે. ટ્રમ્પ સરકારે કહ્યું કે, વિઝા સિસ્ટમનો દુરુપયોગ ટાળવા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિયમો રજૂ કરાયા છે.