Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : EVENING BULLETIN / More than 500 Rohingya refugees feared drowned, attack on Indian in America, Maulana makes controversial statement about Shri Krishna

VIDEO: EVENING BULLETIN / 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ ડૂબ્યા હોવાની આશંકા, અમેરિકામાં ભારતીય પર હુમલો, મૌલાનાએ શ્રીકૃષ્ણ અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતીય નાવિકો માટે એડવાઇઝરી

App Store

અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવને પગલે ભારત સરકાર એક્શન મોડમાં છે. સરકારે શિપિંગ કંપનીઓ માટે એડવાઇઝરી જાહેર કરી હોર્મુઝની સામુદ્રધુનીવાળા જોખમી રૂટ પર હાલ પૂરતી ભારતીય નાવિકોની તૈનાતી ન કરવા કડક સૂચના આપી છે.

બંગાળની ખાડીમાં મોટી દુર્ઘટના

બંગાળની ખાડીમાં રોહિંગ્યા શરણાર્થીઓની બે મોટી બોટ ડૂબી જતાં ૫૦૦થી વધુ લોકોના મોતની આશંકા છે. મ્યાનમારથી પલાયન કરી રહેલા આ લોકો સાથે બનેલી આ હૃદયદ્રાવક ઘટના અંગે સંયુક્ત રાષ્ટ્રે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.

અમેરિકામાં ભારતીય પર હુમલો

અમેરિકાના યુટા રાજ્યના એક મોલમાં ધર્મના નામે હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. એક ભારતીય યુવકને 'તુ મુસ્લિમ છે?' તેમ પૂછીને તેના પર ચપ્પા વડે જીવલેણ હુમલો કરાતા સ્થાનિક ભારતીય સમુદાયમાં ભારે રોષ છે.

ભારતે ડીઝલ અને ATFની નિકાસ પર ટેક્સ વધાર્યો

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. દેશમાં ઇંધણની તંગી અને મોંઘવારી રોકવા માટે આજથી જ ડીઝલ અને ATFની નિકાસ પરના વિન્ડફોલ ટેક્સમાં મોટો વધારો ઝીંકી દેવાયો છે.

મૌલાનાએ  શ્રીકૃષ્ણ અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

યુપીના ઇટાવામાં મૌલાના જરજિસ અંસારીના નિવેદનથી વિવાદ છેડાયો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોમાં મૌલાનાએ ભગવાન શ્રીકૃષ્ણને મુસ્લિમ અને ૫ ટાઇમના નમાઝી ગણાવતા હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

અમદાવાદની રથયાત્રામાં સ્વચ્છતાનો સંદેશ

અમદાવાદની ૧૪૯મી રથયાત્રામાં AMC દ્વારા અનોખું જનજાગૃતિ અભિયાન ચલાવાયું હતું. રૂટ પર '4 બિન'ના ખાસ મેસ્કોટ મૂકી લોકોને કચરો ન ફેંકવા પ્રેરિત કરાયા હતા, જે ભક્તો અને બાળકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

સુરતમાં ડુપ્લીકેટ RTO રસીદ કૌભાંડ

સુરતના કડોદરામાં RTOના નકલી ચલણ અને બોગસ સહી-સિક્કા બનાવી પોલીસમાંથી વાહનો છોડાવવાનું કૌભાંડ ઝડપાયું છે. જાગૃત પોલીસકર્મીએ QR કોડ સ્કેન કરતા આ ખુલાસો થયો હતો, જેમાં પોલીસે ૩ ભેજાબાજોની ધરપકડ કરી છે.

સુરતના બારડોલીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી

સુરતના બારડોલીમાં આજે ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇમેઇલ મળતા ખળભળાટ મચી ગયો છે. ૨૧ સાયનાઈડ ગેસ બોમ્બની ધમકીને પગલે ઓફિસો ખાલી કરાવી પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે.