Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : EVENING BULLETIN / Russia's attacks on America, now the leaders will perform the first aarti of Tirupati? Government announcement for flood affected traders of Surat

VIDEO: EVENING BULLETIN / અમેરિકા પર રશિયાના પ્રહાર, હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી? સુરતના પૂરપીડિત વેપારીઓ માટે સરકારની જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 ઈરાનના હુમલામાં વધુ એક ભારતીયનું મોત

App Store

હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાનના સૈન્ય હુમલામાં પુણેના મરીન એન્જિનિયરનું મોત નીપજ્યું છે. મૃત્યુના થોડા સમય પહેલા જ તેમણે પરિવારને સેફ હોવાનો મેસેજ કર્યો હતો. ભારતે આ મામલે ઈરાન સામે સખત વિરોધ નોંધાવ્યો છે.

અમેરિકા પર રશિયાના પ્રહાર

ઈરાન પર અમેરિકાની સૈન્ય કાર્યવાહી સામે રશિયાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે આક્ષેપ કર્યો છે કે અમેરિકાએ પરસ્પર કરારનું ઉલ્લંઘન કરીને પર્શિયન ગલ્ફ વિસ્તારની શાંતિ જોખમમાં મૂકી છે.

 હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી?

તિરુપતિ મંદિરમાં પ્રથમ આરતીના પ્રોટોકોલ મુદ્દે કર્ણાટક સરકાર અને દેવસ્થાનમ બોર્ડ આમને-સામને છે. TTD બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પરંપરા નક્કી કરવાનો અધિકાર બોર્ડનો છે, આ કોઈ નેતાનું વ્યક્તિગત મંદિર નથી.

ચંપત રાય સામે વધુ એક ફરિયાદ

અયોધ્યા રામ મંદિર જમીન વિવાદમાં ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયની મુશ્કેલીઓ વધી છે! તેમની સામે રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સંત દાસનો આરોપ છે કે ચંપત રાયે  વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કહ્યું કે, ‘અમને રામરાજ્ય નથી જોઈતું, ભગવાન રામ પોતાના ભાઈ લક્ષ્મણના ન થયા તો આપણા શું થશે.’ આ નિવેદન બદલ તેમને રામદ્રોહી ગણાવીને કેસ નોંધવાની માંગ કરાઈ છે!"

નોઈડાના મામુરામાં ભીષણ આગ

દિલ્હીને અડીને આવેલા નોઈડાના મામુરા ગામમાં ભીષણ આગ લાગતા 50 પરિવારો ફસાયેલા છે. દુર્ઘટનામાં અનેક લોકો દાઝ્યા હોવાના અને કેટલાક લોકોના મોત થયા હોવાની આશંકા છે. 

 ભરૂચ પોસ્ટ ઓફિસને ધમકી

ભરૂચમાં રથયાત્રા પૂર્વે મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળતા જ ફફડાટ ફેલાયો હતો. પોલીસ અને બોમ્બ સ્ક્વોડે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

કોકપિટ વોઇસ રેકોર્ડિંગ જાહેર કરવાનો AAIB નો ઇનકાર

અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ મુદ્દે સરકારી એજન્સી AAIB એ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે કાયદા મુજબ કોકપિટ વોઇસ રેકોર્ડિંગ જાહેર ન થઈ શકે. આ દુર્ઘટનાનો ફાઇનલ રિપોર્ટ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં આવશે.

 સુરતના પૂરપીડિત વેપારીઓ માટે સરકારની જાહેરાત

સુરત પૂરના વેપારીઓ માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. પૂરગ્રસ્ત નાના ધંધાર્થીઓને રૂ. ૭,૫૦૦ થી ૧ લાખ સુધીની રોકડ સહાય મળશે. તેમજ વ્યવસાય નવેસરથી શરૂ કરવા માટે રૂ. ૩૦ લાખ સુધીની લોન પણ રાહત દરે અને વ્યાજ સહાય સાથે અપાશે, જેનો લાભ લારી-ગલ્લાવાળાઓને પણ મળશે.