Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : EVENING BULLETIN / Hit-list of 13 leaders including Trump announced! Donation stolen in Gujarat's Ambaji, Supreme Court notice to Ram Mandir Trust!

VIDEO: EVENING BULLETIN / ટ્રમ્પ સહિત 13 નેતાઓનું હિટ-લિસ્ટ જાહેર! ગુજરાતના અંબાજીમાં પણ દાન ચોરી, રામ મંદિર ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટની નોટિસ!

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ટ્રમ્પ સહિત 13 નેતાઓનું હિટ-લિસ્ટ જાહેર!

App Store

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રાહમના અવસાન બાદ ઈરાની મીડિયાએ ઝેર ઓક્યું છે! ઈરાનના મુખ્ય અખબારોએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સહિત વિશ્વના ૧૩ શક્તિશાળી નેતાઓનું હિટ-લિસ્ટ જાહેર કરી, અચાનક મોતના આંચકા માટે તૈયાર રહેવા ધમકી આપી છે!

 પીઓકેમાં પાક વિરૂદ્ધ આક્રોશ

PoKમાં પાક. સરકાર અને સેના સામે ભયંકર વિદ્રોહ ફાટી નીકળ્યો છે! છેલ્લા ૩૫ દિવસથી ચાલી રહેલા આંદોલનમાં પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનના 'કાશ્મીર આઝાદી'ના દાવાઓને સદંતર નકારી દીધા છે અને આરપારની લડાઈ લડવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે!

 રામ મંદિર ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટની નોટિસ!

અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના મામલે સુપ્રીમ કોર્ટે મોટું પગલું ભર્યું છે! કોર્ટે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ ફટકારીને એક અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગઠિત કરાયેલી SITનો રિપોર્ટ પણ મંગાવ્યો છે.

ગુજરાતના અંબાજીમાં પણ દાન ચોરી

અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં કરોડો રૂપિયાની દાનચોરીનો મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે ત્યારે ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ દાનચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.અંબાજીમાં દાનચોરીની ઘટનાને પગલે શ્રદ્ધાળુઓ રોષે ભરાયાં છે.દાનચોરીની ઘટનામાં સંડોવાયેલાં આરોપીઓને કડક સજા કરવા માંગ ઉઠી છે.

જ્ઞાનવાપી, મથુરા અને સંભલ વિવાદ: બંને પક્ષોનો પરસ્પર સમજૂતીનો ઈનકાર

વારાણસીના જ્ઞાનવાપી, મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ જામા મસ્જિદ વિવાદમાં નવો વળાંક આવ્યો છે! હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્તાવિત પરસ્પર સહમતિથી વિવાદ ઉકેલવાની પ્રક્રિયામાં સામેલ થવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. બંને પક્ષોનું કહેવું છે કે, આ મુદ્દો સમગ્ર સમુદાયનો હોવાથી આ તમામ મામલાઓનો નિકાલ હવે અદાલતમાં કાનૂની આધાર પર જ થવો જોઈએ

ગિરનાર પર ફરી ગરમાયો ધાર્મિક વિવાદ

જૂનાગઢના ઐતિહાસિક ગિરનાર પર્વત પર દિગંબર જૈન સમાજ દ્વારા દત્તાત્રેય ટૂંક ખાતે નિર્વાણ લાડુ ચડાવવાના કાર્યક્રમ સામે સનાતની સાધુ-સંતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે! સંતોએ કડક ચીમકી આપી છે કે જૈન સમાજ આ કાર્યક્રમ પ્રથમ પગથિયે જ પૂરો કરે, જો ઉપર જવાનો પ્રયાસ થશે તો મોટા ઘર્ષણની પૂરી ભીતિ છે.

 ચૈતર વસાવા પરના કેસોના વિરોધમાં આપનું પ્રદર્શન

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ધારાસભ્ય ચૈતર વસાવા સામે નોંધાયેલા કેસોને રાજકીય પ્રેરિત ગણાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે! 'આપ'ના આગેવાનોએ કલેક્ટર કચેરી બહાર રામધૂન બોલાવી ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે અને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

 જૂનાગઢ સક્કરબાગ ઝૂની મોટી બેદરકારી

જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાંથી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલતો એક અત્યંત ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે! વીડિયોમાં કેટલાક મુલાકાતીઓ વાઘના પાંજરાની બિલકુલ નજીક પહોંચી કપડું અંદર નાખીને વાઘને છંછેડી રહ્યા છે. આટલી ગંભીર ઘટના છતાં ત્યાં કોઈ સિક્યોરિટી ગાર્ડ હાજર ન દેખાતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે."