Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Severe heatwave in America: Red alert in many states, 1300 dead in Europe

VIDEO: અમેરિકામાં ભીષણ હીટવેવનો હાહાકાર: તાપમાન ૪૩ ડિગ્રીએ પહોંચતા અનેક રાજ્યોમાં રેડ એલર્ટ, યુરોપમાં 1300ના મોત

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

US Heatwave Millions Under Warning : અમેરિકામાં ભીષણ હીટવેવના કારણે 4.4 કરોડ લોકો હવામાન વિભાગની ચેતવણીવાળા વિસ્તારોમાં છે. ઘણા રાજ્યોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની અને નવા રેકોર્ડ સર્જાવાની આશંકા છે. ભીષણ ગરમીના કારણે કોલોરાડો અને ઉટાહમાં જંગલની આગ ઓલવવાની કામગીરી પણ પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા અને તડકાથી બચવાની સલાહ આપી છે.

App Store

ભીષણ ગરમીથી USAમાં હાહાકાર

અમેરિકામાં ભીષણ ગરમીથી હાહાકાર મચી ગયો છે. પૂર્વ એશિયા જ્યાં ભારે વરસાદ અને વાવાઝોડાનો સામનો કરી રહ્યું છે, તો બીજી તરફ યુરોપમાં ભીષણ ગરમી જોવા મળી રહી છે. આ પ્રકારની ગરમી હવે અમેરિકાને પણ દઝાડી રહી છે. અમેરિકામાં ગરમીએ ફરી એકવાર લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. દેશના ઘણા ભાગોમાં હીટવેવે એવી અસર બતાવવાનું શરૂ કર્યું છે કે, આશરે 4.4 કરોડ લોકો વોર્નિંગવાળા વિસ્તારોમાં આવી ગયા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, વીકેન્ડમાં ઘણા રાજ્યોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ (110°F) સુધી પહોંચી શકે છે, અને ઘણી જગ્યાએ જૂના રેકોર્ડ પણ તૂટી શકે છે.

અમેરિકન નેશનલ વેધર સર્વિસ (NWS)ના જણાવ્યા અનુસાર, રોકી માઉન્ટેન વિસ્તાર અને ઉત્તરીય મેદાની રાજ્યોમાં આ સમયે સામાન્ય કરતાં ક્યાંય વધુ ગરમી પડી રહી છે. રવિવારે સ્થિતિ સૌથી વધુ ગંભીર રહેવાનું અનુમાન છે. મોન્ટાના અને નોર્થ ડકોટા સહિતના ઘણા રાજ્યોમાં તાપમાન 100 થી 110 ડિગ્રી ફેરનહીટ વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો સાલ્ટ લેક સિટીમાં પણ રેકોર્ડબ્રેક ગરમી પડી શકે છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે, આ દરમિયાન સતત ત્રણ આંકડાવાળું તાપમાન (100°F થી વધુ) નોંધાઈ શકે છે. લોકોને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

જંગલની આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો

ભીષણ ગરમીની અસર માત્ર સામાન્ય લોકો સુધી મર્યાદિત નથી. કોલોરાડો અને ઉટાહના જંગલોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો પણ અતિશય ગરમીને કારણે વધુ મુશ્કેલ બન્યા છે. ઊંચા તાપમાન અને સૂકા હવામાનને લીધે આગ ઝડપથી ફેલાવવાનો અંદેશો છે. ગરમીનું આ મોજું હવે અમેરિકાના દક્ષિણ-પૂર્વીય ભાગો સુધી પણ પહોંચી ગયું છે. મિયામીમાં પણ તાપમાન સતત વધી રહ્યું છે, જ્યાં શનિવારે ફીફા (FIFA) મહિલા વર્લ્ડ કપની ઇંગ્લેન્ડ-નોર્વે વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચ રમાવાની હતી.

યુરોપમાં પણ ગરમીથી મચી તબાહી

આ સતત બીજું અઠવાડિયું છે, જ્યારે અમેરિકાના અલગ-અલગ ભાગો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. ગયા અઠવાડિયે ન્યૂયોર્ક અને ફિલાડેલ્ફિયા જેવા શહેરોમાં તાપમાન લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ (104°F) સુધી પહોંચી ગયું હતું. દુનિયાના અન્ય ભાગોમાં પણ ગરમી નવા રેકોર્ડ બનાવી રહી છે. તાજેતરમાં પશ્ચિમ યુરોપમાં ઇતિહાસનો સૌથી ગરમ જૂન મહિનો નોંધાયો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના જણાવ્યા અનુસાર, આ હીટવેવના કારણે યુરોપમાં 1,300 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ફ્રાન્સમાં અતિશય ગરમીને કારણે એફિલ ટાવર સહિત પેરિસના ઘણા મોટા પ્રવાસન સ્થળોને સમય કરતાં વહેલા બંધ કરવા પડ્યા હતા.