Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : America attacked during Khamenei meeting with 2 loyalists, Trump was shown the body

કેવી રીતે થયું ખામેનીનું મોત! 2 વફાદારો સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાએ કર્યો હુમલો, ટ્રમ્પને બતાવાયો મૃતદેહ

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
કેવી રીતે થયું ખામેનીનું મોત! 2 વફાદારો સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાએ કર્યો હુમલો, ટ્રમ્પને બતાવાયો મૃતદેહ
સોર્સ : GSTV

ઈરાને સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામનેઈના મોતના સમાચારની પુષ્ટિ કરી દીધી છે. મીડિયા અહેવાલ અનુસાર, અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં ખામનેઈ માર્યા ગયા છે. અમેરિકન સૂત્રોના જણાવ્યા મુજબ, ખામનેઈ જ્યારે સુરક્ષા પરિષદના સલાહકાર અલી શમખાની અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના ચીફ મોહમ્મદ પાકપુર સાથે મુલાકાત કરી રહ્યા હતા, ત્યારે જ ઈઝરાયેલે તેમના પર એર સ્ટ્રાઈક કરી હતી.

App Store

એક અહેવાલ મુજબ, ઈઝરાયેલ અને અમેરિકા સતત અલી શમખાનીને ટ્રેસ કરી રહ્યા હતા. શનિવારે જ્યારે તેઓ ખામનેઈને મળવા ગયા, ત્યારે જ બંને દેશોએ સંયુક્ત રીતે ખામનેઈ પર હુમલો કરી દીધો. આ હુમલામાં 86 વર્ષીય સુપ્રીમ લીડરનું મૃત્યુ થયું હતું.

ટ્રમ્પને બતાવાયો ખામનેઈનો મૃતદેહ

ખામનેઈની હત્યાનો દાવો સૌથી પહેલા ઈઝરાયેલે કર્યો હતો. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, "આજના ઓપરેશનમાં અમે ખામનેઈને ઠાર કર્યા છે." ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે આવ્યા અને તેમણે પણ ખામનેઈને માર્યા હોવાનો દાવો કર્યો.

અમેરિકન મીડિયા અનુસાર, ટ્રમ્પને પહેલા ખામનેઈનો મૃતદેહ બતાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમણે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. તેહરાનની એક સુરક્ષિત જગ્યાએ અમેરિકા અને ઈઝરાયેલે આ આખા ઓપરેશનને અંજામ આપ્યો છે.

અગાઉના હુમલામાં બચી ગયા હતા અલી શમખાની

જૂન 2025માં ઈઝરાયેલે અલી શમખાની પર હુમલો કર્યો હતો. ત્યારે ઈઝરાયેલે શમખાનીની હત્યાની જાહેરાત પણ કરી દીધી હતી, પરંતુ એક મહિના પછી શમખાની જીવિત હોવાનું સામે આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે શમખાની દ્વારા જ ઈઝરાયેલ અને અમેરિકા ખામનેઈ સુધી પહોંચ્યા છે. યુદ્ધ શરૂ થતા પહેલા ઈરાની સેનાએ ખામનેઈને તેહરાનથી ખસેડી સુરક્ષિત સ્થળોએ મોકલી દીધા હતા.

બીજી તરફ, ઈરાને તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે- "ખામનેઈના મોતનો બદલો અમેરિકા પાસેથી લેવામાં આવશે. અમે શાંત બેસવાના નથી."

ઈરાને ઈમામ હુસૈન સાથે સરખામણી કરી

ઈરાને ખામનેઈની સરખામણી ઈમામ હુસૈન સાથે કરી છે.એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે- "તેઓ હજરત અલીની જેમ જીવ્યા અને ઈમામ હુસૈનની જેમ શહીદ થયા." એજન્સીએ વધુમાં લખ્યું કે, ખામનેઈનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું, પરંતુ તેઓ ક્યારેય અમેરિકા સામે ઝૂક્યા નહીં. નેક જીવન જીવ્યા બાદ તેઓ રમઝાનના પવિત્ર મહિનામાં શાતિર ગુનેગારોના હાથે શહીદ થયા છે.

ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઈઝરાયેલે ખામનેઈની પુત્રી, જમાઈ અને પૌત્ર-પૌત્રીની પણ હત્યા કરી દીધી છે.