Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Airplane jet fuel will be made from plastic waste! Amazing discovery of Chinese scientists

VIDEO: પ્લાસ્ટિકના કચરામાંથી બનશે વિમાનનું જેટ ફ્યુઅલ! ચીનના વિજ્ઞાનીઓની અદભૂત શોધ

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિશ્વભરમાં સતત વધી રહેલા પ્લાસ્ટિકના કચરાના નિકાલ અને પર્યાવરણ સુરક્ષા માટે વૈજ્ઞાનિકો રાત-દિવસ નવી ટેકનીકો શોધી રહ્યા છે. આ દિશામાં ચીનના વૈજ્ઞાનિકોએ એક મોટી અને ક્રાંતિકારી સફળતા હાંસલ કરી છે. તેમણે એક એવી સસ્તા કેમિકલ આધારિત પદ્ધતિ વિકસાવી છે, જે જટિલ અને કઠિન ગણાતા પ્લાસ્ટિકના કચરાને સીધા વિમાનમાં વપરાતા 'જેટ ફ્યુઅલ' (Aviation Fuel) માં રૂપાંતરિત કરી શકે છે. પ્રયોગશાળામાં કરવામાં આવેલા પ્રયોગોમાં આ પદ્ધતિ દ્વારા 82.3% લિક્વિડ યીલ્ડ (બળતણ) મેળવવામાં સફળતા મળી છે.

App Store

આ ટેકનિકમાં પ્લાસ્ટિક અને અશ્મિભૂત બળતણ (Fossil Fuels) બંને મૂળભૂત રીતે કાર્બન અને હાઇડ્રોજનના પરમાણુઓથી જ બનેલા હોય છે. પેટ્રોલિયમમાંથી જ પ્લાસ્ટિકના લાંબા અને મજબૂત અણુઓના માળખાં (પોલિમર) તૈયાર થાય છે. વૈજ્ઞાનિકોએ આ પ્લાસ્ટિકના મજબૂત માળખાને કેમિકલ પ્રોસેસ અને ગરમી દ્વારા તોડીને નાના, બળતણ તરીકે વાપરી શકાય તેવા મોલેક્યુલ્સમાં ફેરવવાની સફળ 'રિવર્સ એન્જિનિયરિંગ' ટેકનીક શોધી કાઢી છે.

વિમાનના ઈંધણ (જેટ ફ્યુઅલ) માટે 8 થી 16 કાર્બન એટોમ્સ (C8-C16) ધરાવતા હાઈડ્રોકાર્બનની જરૂર હોય છે. આ અગાઉ પણ પ્લાસ્ટિકમાંથી ઈંધણ બનાવવાના વૈશ્વિક પ્રયાસો થયા છે, પરંતુ તેમાં મોટે ભાગે પ્લાસ્ટિકના અણુઓ છેડા પરથી તૂટી જતાં મિથેન જેવા વાયુઓ (ગેસ) વધુ બનતા હતા અને પ્રવાહી ઈંધણ ખૂબ ઓછું મળતું હતું. 

ચીનના વૈજ્ઞાનિકોની ટીમે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોબાલ્ટ અને નિકલનું ખાસ કસ્ટમ કટાલિસ્ટ (ઉદ્દીપક) તૈયાર કર્યું છે. તેમની આ શોધમાં આ જોડી પ્લાસ્ટિકની સાંકળને છેડાથી તોડવાને બદલે અંદરના કાર્બન બોન્ડને યોગ્ય કદમાં જ કાપે છે.પરિણામે ગેસ બનવાને બદલે વિમાનમાં સીધું વાપરી શકાય તેવું મધ્યમ કદનું પ્રવાહી ઈંધણ (C8-C16 alkanes) 79% ની ચોકસાઈ (Selectivity) સાથે મળે છે.

આ નવી ટેકનિકમાં મહત્વનું પરિબળ એ છે કે તે સામાન્ય તાપમાન અને હળવી પરિસ્થિતિઓમાં (Mild Conditions) કામ કરતી હોવાથી તે અત્યંત ઓછી ખર્ચાળ અને પર્યાવરણ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.