VIDEO: પ્લાસ્ટિકના ડ્રમમાંથી નિકળ્યો સાપનો ઢગલો! VIDEO જોઈને ઉભા થઈ જશે રૂંવાડા
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના અંબેડકરનગર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ઘરમાં રાખવામાં આવેલા પ્લાસ્ટિકના ડ્રમમાંથી અચાનક અનેક સાપ નીકળતાં પરિવારજનો અને આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં તરત જ સ્થાનિક સાપ પકડનારને બોલાવવામાં આવ્યો. તેણે સાવધાનીપૂર્વક એક પછી એક તમામ સાપને ડ્રમમાંથી બહાર કાઢ્યા અને સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી કરી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈને પણ ઈજા પહોંચી નથી. જોકે, એક સાથે આટલા બધા સાપ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સાપ પકડનારની કુશળતા અને સાપોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા જોઈને લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

