Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : A 'parcel of death' is hidden in a black plastic box in a hotel

VIDEO : સાવધાન! હોટલના કાળા પ્લાસ્ટિકના ડબ્બામાં છુપાયેલું છે 'મોતનું પાર્સલ'

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તાજેતરમાં 25 માર્ચ 2026ના રોજ રાજ્યસભામાં જનહિતના મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના સાંસદ ઘનશ્યામ તિવારીએ એક અત્યંત ચોંકાવનારો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ઢાબા, હોટલ અને ફૂડ ડિલિવરીમાં વપરાતા કાળા રંગના પ્લાસ્ટિકના વાસણો સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આ વાસણો સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે અને તેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

App Store

આ કાળા પ્લાસ્ટિકના વાસણો કેવી રીતે બને છે?

ઘનશ્યામ તિવારીના જણાવ્યા મુજબ અને વિવિધ રિપોર્ટ્સ અનુસાર, આ કાળું પ્લાસ્ટિક કોઈ સામાન્ય કે ઉચ્ચ ગુણવત્તાનું પ્લાસ્ટિક નથી હોતું. તેને બનાવવા માટે મોટાભાગે ઇલેક્ટ્રોનિક કચરા (E-waste) અને ઔદ્યોગિક પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લાસ્ટિકને આગથી બચાવવા માટે તેમાં ડેકાબીડીઈ (DecaBDE) જેવા 'ફ્લેમ રિટાર્ડન્ટ' કેમિકલ્સ ભેળવવામાં આવે છે.

જોખમી પ્રક્રિયા: જ્યારે આ વાસણોમાં ગરમ કે તૈલી (ઓઈલી) ખોરાક પીરસવામાં આવે છે, ત્યારે આ કેમિકલ્સ પ્લાસ્ટિકમાંથી છૂટા પડીને સીધા ખોરાકમાં ભળી જાય છે.

નિષ્ણાતો (Experts) શું કહે છે?

વર્ષ 2024માં થયેલા એક અભ્યાસમાં 200થી વધુ બ્લેક પ્લાસ્ટિક પ્રોડક્ટ્સની તપાસ કરવામાં આવી હતી, જેમાં લગભગ 85% પ્રોડક્ટ્સમાં ઝેરી ફ્લેમ રિટાર્ડન્ટ્સ મળી આવ્યા હતા.

કેન્સરનું જોખમ: ડો.ના જણાવ્યા મુજબ, આ કેમિકલ્સના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શરીરમાં કેન્સરના કોષો વિકસવાનું જોખમ વધી જાય છે.

હોર્મોનલ અસંતુલન: ડો.જણાવે છે કે પ્લાસ્ટિકમાં રહેલા BPA (Bisphenol A) અને ફ્થેલેટ્સ જેવા તત્વો હોર્મોન્સમાં ગરબડ પેદા કરે છે. જેનાથી ડાયાબિટીસ, હૃદય રોગ અને પ્રજનન શક્તિ (Infertility) પર માઠી અસર થાય છે.

માઈક્રોપ્લાસ્ટિકનો ખતરો: પ્રોફેસર ચિંતામણીના મતે, ગરમ ખોરાક સાથે ભળતા માઈક્રોપ્લાસ્ટિકના કણો શરીરમાં જઈને 'ટોક્સિક લોડ' વધારે છે, જે શરીરના આંતરિક અંગોને નુકસાન પહોંચાડે છે.

કોના માટે આ વધુ જોખમી છે?

નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ ઝેરી કેમિકલ્સની અસર નીચેના લોકો પર સૌથી વધુ અને ઝડપી થાય છે:

નાના બાળકો: તેમના વિકાસશીલ અંગો પર પ્લાસ્ટિકની ગંભીર અસર થાય છે.

ગર્ભવતી મહિલાઓ: તેનાથી ગર્ભમાં રહેલા શિશુના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

પહેલેથી બીમાર વ્યક્તિઓ: જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, તેમને વધુ ખતરો રહે છે.

બચવા માટેના ઉપાયો 

આ ગંભીર ખતરાથી બચવા માટે આપણે આપણી જીવનશૈલીમાં નાના પણ મહત્વના ફેરફારો કરવાની જરૂર છે:

વૈકલ્પિક વાસણો: કાળા પ્લાસ્ટિકના બદલે હંમેશા સ્ટીલ, કાચ (Glass) કે લાકડાના વાસણોનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો.

ગરમ ખોરાક ટાળો: ક્યારેય પણ પ્લાસ્ટિકના ડબ્બામાં ગરમ કરેલો ખોરાક ન ખાવો કે માઇક્રોવેવમાં પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ન કરવો.

જાગૃત બનો: હોટલ કે ઢાબા પરથી પાર્સલ લેતી વખતે જો શક્ય હોય તો ઘરના વાસણોનો ઉપયોગ કરો અથવા કાગળના પેકેજિંગનો આગ્રહ રાખો.

સાંસદ ઘનશ્યામ તિવારીએ ઉઠાવેલો આ મુદ્દો માત્ર રાજકીય નથી પણ દરેક નાગરિકના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. "સ્વાદ કરતા સ્વાસ્થ્ય વધુ મહત્વનું છે" એ વાત ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિકના ઉપયોગ પર કાપ મૂકવો જ હિતાવહ છે.