Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / આરોગ્ય : White jamun is a treasure trove of virtues.

VIDEO : સફેદ જાંબુ છે ગુણોનો ભંડાર: વજન ઘટાડવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે છે બેસ્ટ

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમે ઘણીવાર ડાયાબિટીસના દર્દીઓને કાળા જાંબુ ખાવાની સલાહ આપતા સાંભળ્યા હશે. ઉનાળાની ઋતુમાં મળતું આ ફળ શરીર અને ત્વચા બંને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો કે, શું તમે જાણો છો કે તે ફક્ત કાળા જાંબુ જ નથી - સફેદ જાંબુ પણ તેને ગુણને કારણે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે? ઉનાળાના મહિનાઓમાં મળતું આ ચમત્કારિક ફળ આયુર્વેદિક, યુનાની અને ચાઇનીઝ દવાઓની તૈયારીમાં પણ ઉપયોગમાં લેવાય છે. સફેદ જાંબુ મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા ખનિજોથી ભરપૂર છે - તેમજ એન્ટીઑકિસડન્ટો પણ છે, જે બધા તમારી ત્વચા, પાચન અને વાળ માટે ફાયદાકારક છે. અહીં જાણો સફેદ જાંબુ ખાવાથી કયા વિવિધ ફાયદાઓ મેળવી શકાય છે...

App Store

1. પાચનતંત્રમાં સુધારો

સફેદ જાંબુમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને ટેનિન હોય છે. તે પાચનશક્તિ વધારે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે. જે લોકોને 'ઇરિટબલ બોવેલ સિન્ડ્રોમ' (IBS) ની તકલીફ હોય, તેના માટે આ ફળ વરદાનરૂપ છે.

2. ડાયાબિટીસ પર નિયંત્રણ

કાળા જાંબુ જેમ જ સફેદ જાંબુ પણ બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. તેના બીજમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે, જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને ગળાના ચેપ કે પેટ ફૂલવાની સમસ્યામાં રાહત આપે છે.

3. રોગપ્રતિકારક શક્તિ (Immunity)માં વધારો

વિટામિન-સીથી ભરપૂર સફેદ જાંબુ શરીરની રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરના કોષોને નુકસાન થતા બચાવે છે, જેથી તમે વારંવાર બીમાર પડતા નથી.

3. હૃદય અને આંખોની સુરક્ષા

સફેદ જાંબુમાં રહેલું નાયસિન (Niacin) ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે. સાથે જ, વિટામિન-બી અને સી આંખોની રોશની વધારવામાં અને મેટાબોલિઝમ સુધારવામાં મદદ કરે છે.

5. વજન ઘટાડવામાં મદદરૂપ

જો તમે ડાયટિંગ કરી રહ્યા હોવ, તો આ ફળ તમારા માટે બેસ્ટ છે. તેમાં કેલરી ખૂબ જ ઓછી અને ફાઈબર વધુ હોય છે. તેને ખાવાથી લાંબો સમય સુધી પેટ ભરેલું લાગે છે, જેથી વધારાનું ખાવાની ઈચ્છા થતી નથી અને વજન સરળતાથી ઉતરે છે.

6. બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ સફેદ જાંબુનું સેવન લાભદાયી છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે.

નોંધ : આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.