Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Massive fire breaks out in more than 20 scrap warehouses

VIDEO: Valsad / ભંગારના 20થી વધુ ગોડાઉનોમાં ભીષણ આગ; કેમિકલ અને પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક પછી એક 20થી વધુ ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કેમિકલ અને પ્લાસ્ટિક વેસ્ટના મોટા જથ્થાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગની અનેક ટીમોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

App Store

રહેણાંક વિસ્તારમાં આગ પ્રસરતા લોકોના જીવ તાળવે ચોંટ્યા

મળતી માહિતી અનુસાર, વાપીમાં રવિવારે (29મી માર્ચ) મોડી રાત્રે ડુંગરી ફળિયાના એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આ આગ આસપાસના અન્ય 20થી 25 જેટલા ગોડાઉનોમાં પ્રસરી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ આકાશમાં દૂર-દૂર સુધી દેખાતી હતી. રહેણાંક વિસ્તારની નજીક આગ હોવાથી તકેદારીના ભાગરૂપે લોકોને તાત્કાલિક ઘરમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

વિવિધ વિસ્તારોના ફાયર ફાઈટરોની મદદ લેવાઈ

ઘટનાની ગંભીરતા જોતા વાપી મનપા, GIDC, નોટિફાઇડ એરિયા ઉપરાંત દમણ અને સેલવાસથી પણ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. કાફલા સાથે પહોંચેલા લાશ્કરોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

વાપી અને આસપાસના વિસ્તારોમાં ભંગારના ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. અગાઉ મનપા દ્વારા ગેરકાયદે ગોડાઉનોને નોટિસ આપી હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ ડુંગરા વિસ્તારમાં આ કામગીરી અધૂરી છોડી દેવાતા અનેક ગેરકાયદેસર ગોડાઉનો ધમધમી રહ્યા છે. રહેણાંક વિસ્તારની વચ્ચે આવા જોખમી ગોડાઉનો ચાલતા હોવા છતાં તંત્રની ઢીલી નીતિ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.