Video: અમેરિકામાં હવાઈ સેવા ઠપ! 7 હજાર ફ્લાઇટ્સ પ્રભાવિત, હજારો મુસાફરો અટવાયા

અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા FAAએ દેશભરની ઉડાનો પર અચાનક રોક લગાવી દીધી હતી. આ નિર્ણયને પગલે અંદાજે 7 હજાર ફ્લાઇટ્સ મોડી પડી અથવા રદ કરવી પડી હતી. ન્યૂયોર્ક, વોશિંગ્ટન, કેલિફોર્નિયા સહિતના અનેક એરપોર્ટ પર હજારો મુસાફરો અટવાઈ ગયા હતા. દેશના 22 પ્રાદેશિક એર ટ્રાફિક કંટ્રોલ કેન્દ્રોમાં સંચાર વ્યવસ્થા ખોરવાઈ હોવાનું સામે આવ્યું છે. L3Harris કંપનીના નેટવર્કમાં ટેકનિકલ અપડેટ નિષ્ફળ જતાં FAAની ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ ક્રેશ થઈ હોવાની આશંકા છે. 9/11ના હુમલા બાદ બીજી વખત અમેરિકામાં દેશવ્યાપી ફ્લાઇટ્સ પર રોક લગાવવાની સ્થિતિ સર્જાઈ છે.
જાહેરાત





