Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : After the US-Iran deal,stir in Middle East: Global powers to remove mines from Hormuz

અમેરિકા-ઈરાન ડીલ બાદ મિડલ ઈસ્ટમાં મોટી હલચલ: હોર્મુઝમાંથી માઈન્સ હટાવવા વૈશ્વિક સત્તાઓ મેદાને

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
અમેરિકા-ઈરાન ડીલ બાદ મિડલ ઈસ્ટમાં મોટી હલચલ: હોર્મુઝમાંથી માઈન્સ હટાવવા વૈશ્વિક સત્તાઓ મેદાને
સોર્સ : gstv

France Deploys Mine Countermeasure Ships Strait of Hormuz: વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડીમાં જહાજોની સુરક્ષિત અવરજવર પુનઃસ્થાપિત કરવા માટે ફ્રાન્સે પશ્ચિમ એશિયામાં પોતાના માઇન કાઉન્ટરમેઝર્સ (બારૂદી સુરંગ હટાવનારા) જહાજો, ફ્રિગેટ્સ અને પેટ્રોલિંગ વિમાનો તૈનાત કર્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર આ અંગે સત્તાવાર માહિતી આપી છે. આ સાથે જ બ્રિટન અને ફ્રાન્સે સંયુક્ત રીતે જાહેરાત કરી છે કે તેઓ ઓમાન સાથે મળીને આ દરિયાઈ માર્ગની સુરક્ષા સુનિશ્ચિત કરશે.

App Store

અમેરિકા-ઈરાન કરાર બાદ બદલાયા સમીકરણો

રાષ્ટ્રપ્રમુખ મેક્રોનના જણાવ્યા અનુસાર, 17 જૂનના રોજ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો કરાર પ્રાદેશિક સ્થિરતા માટે એક મોટું પગલું સાબિત થયો છે, કારણ કે તેનાથી હોર્મુઝમાં પરિવહનની સ્વતંત્રતા ફરી મજબૂત થઈ છે. ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અલ સઇદ સાથે થયેલી ચર્ચા બાદ ફ્રાન્સે પોતાની સૈન્ય વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર હેઠળ ફ્રાન્સનું વિમાનવાહક જહાજ 'શાર્લ દ ગૉલ' તેના હોમ પોર્ટ ટૂલોં પરત ફરી રહ્યું છે, પરંતુ માઇનહંટર જહાજો અને ફ્રિગેટ્સ કોઈપણ તાત્કાલિક કાર્યવાહી માટે આ ક્ષેત્રમાં જ તૈનાત રહેશે.

વૈશ્વિક અર્થતંત્ર માટે હોર્મુઝ અત્યંત મહત્વનું

બીજી તરફ બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર અને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોને શુક્રવારે એક સંયુક્ત નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, હોર્મુઝ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત્વનો રસ્તો છે. અહીં તમામ દેશોના જહાજોની સુરક્ષા એ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. ઓમાન પોતાની દરિયાઈ સરહદો સુરક્ષિત રાખવા માટે બ્રિટન અને ફ્રાન્સ સાથે મળીને કામ કરવા સંમત થયું છે. બંને દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવા અને તમામ દેશોની સાર્વભૌમત્વના સન્માન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી છે અને જરૂર પડ્યે મોટા બહુરાષ્ટ્રીય મિશનને તૈનાત કરવાની પણ તૈયારી દર્શાવી છે.