Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : After Australia, now indiscriminate shooting in Johannesburg, South Africa, 10 people killed

ઓસ્ટ્રેલિયા બાદ હવે દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર! 10 લોકોના થયા મોત

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2025
લાઇવ ટીવીGoogle News
ઓસ્ટ્રેલિયા બાદ હવે દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર! 10 લોકોના થયા મોત
સોર્સ : GSTV

દક્ષિણ આફ્રિકાના રવિવારે (21 ડિસેમ્બર) જોહાનિસબર્ગમાં એક જીવલેણ ગોળીબારની ઘટના બની હતી. સ્થાનિક મીડિયા અનુસાર, જોહાનિસબર્ગની પશ્ચિમમાં

App Store

સ્થિત બેકર્સડલ ટાઉનશીપમાં ગોળીબારમાં દસ લોકોના મોત થયાના અહેવાલ છે.

શું હતી ઘટના? 

અહેવાલ અનુસાર, રવિવારે (21 ડિસેમ્બર) જોહાનિસબર્ગમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા દસ લોકો મોતને ભેટ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, બંદૂકધારીઓએ એક બારમાં ઘૂસીને ભીડમાં ચેતવણી આપ્યા વિના ગોળીબાર કર્યો હતો, જેના કારણે ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ હતી.

પોલીસે હાથ ધરી તપાસ

પોલીસ પહોંચે તે પહેલાં જ હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ઇમરજન્સી સેવાઓએ ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતા. ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પોલીસે હુમલાની તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે કારણ ઓળખાયું નથી