Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : After 13 years, the researcher achieved success, a magical flower was seen blooming in the forest

13 વર્ષની ભારે જહેમત બાદ સંશોધકને મળી સફળતા, જંગલમાં ખીલતું જોવા મળ્યું જાદુઈ ફૂલ, જાણો શું છે ખાસિયત!

Timeછેલ્લું અપડેટ : 29 Nov 2025
લાઇવ ટીવીGoogle News
13 વર્ષની ભારે જહેમત બાદ સંશોધકને મળી સફળતા, જંગલમાં ખીલતું જોવા મળ્યું જાદુઈ ફૂલ, જાણો શું છે ખાસિયત!
સોર્સ : GSTV

ઈન્ડોનેશિયામાં સુમાત્રાના વર્ષા જંગલોમાં એક દુર્લભ ફૂલ ખીલ્યું હતું. કોઈ પણ માણસે છેલ્લાં 10 વર્ષથી આવું ફૂલ ખીલતું જોયું ન હતું. ઈન્ડોનેશિયાના સંશોધક સેપ્ટિયન આંદ્રિકી - કે જે ડેકીના હુલામણા નામે ઓળખાય છે - તેણે આ ફૂલ ખીલતું જોવા માટે 13-13 વર્ષ સુધી તપસ્યા કરી હતી. આખરે જ્યારે તેની નજર સામે ફૂલ ખીલ્યું ત્યારે એ આનંદિત થઈને ચોધાર આંસુએ રડી પડયો હતો.

App Store

શું છે ફૂલની લાઈફ સાઈકલ

વનસ્પતિશાસ્ત્રમાં રેફલેસિયા હેસેલ્ટી નામનું દુર્લભ ફૂલ ખૂબ મૂલ્યવાન ગણાય છે. એ ફૂલની લાઈફ સાઈકલ 9 મહિનાની હોય છે. કળીમાંથી નવ મહિના બાદ ફૂલ ખીલે છે અને થોડા દિવસ સુધી જ એ ફૂલ ખીલેલું રહે છે ને પછી કરમાઈ જાય છે. આવા ફૂલને ખીલતું જોવા માટે ઈન્ડોનેશિયાના સંશોધક-પર્યાવરણવિદ્ સેપ્ટિયન આંદ્રિકી (ડેકી) છેલ્લાં 13 વર્ષથી ગાઢ જંગલમાં રખડતો હતો, પરંતુ તેને એ ફૂલ ખીલતું જોવા મળતું ન હતું.

કળીની જાણ થતાં રેન્જરે મહિનાઓ સુધી તેના પર નજર રાખી 

થોડા મહિના પહેલાં જંગલના એક રેન્જરે આ ફૂલની કળીનો ફોટો મોકલ્યો હતો. એ પછી ડૈકી ઉપરાંત ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધક ક્રિસ થોરોગુડ અને એ સિવાયના એક-બે રેન્જર્સ ખુંખાર વાંઘોની ટેરેટરીમાં ૨૩ કલાકની થકાવનારી યાત્રા કરીને આવી પહોંચ્યા હતા. નવ મહિના પછી ફૂલ ખીલવાનું હોવાથી આ સંશોધકોની ટૂકડીએ ફૂલ પર નજર જમાવી રાખી હતી. મોડી સાંજ થવા આવી છતાં ફૂલ ખીલ્યું નહીં, વાઘોના ભયાનક અવાજો સંભળાતા હતા. જો ટીમ એ જગ્યા છોડી દે તો શક્ય છે કે સવાર સુધીમાં દુર્લભ ફૂલ ખીલી જાય. આખરે જોખમ ખેડીને વધુ કલાકો રાહ જોવાનું નક્કી થયું. અને તે પછી એ ક્ષણ આવી ગઈ. ચાંદની રાતમાં ફૂલ ધીમે ધીમે ખીલવા માંડયું. ફૂલ પૂર્ણકળાએ ખીલી ગયું એ જોઈને સંશોધક ડેકી ચોધાર આંસુએ રડી પડયો. તે માની નહોતો શકતો કે 13 વર્ષની મથામણ બાદ એ આ ક્ષણનો સાક્ષી બન્યો છે. એક મીટર લાંબી કળી ધરાવતા આ ફૂલનો વજન 6 કિલો જેટલો હોય છે. 

એ ગાઢ જંગલોમાં જ થતા હોવાથી એને ખીલતા જોવાનું સદ્ભાગ્યે સૌને મળતું નથી. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ શેર કરેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.