મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકા: નોર્થ કેરોલિનામાં વસતા ગુજરાતી યુવકની ધોળા દિવસે ગોળી મારી હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. નોર્થ કેરોલિનામાં વસતા મૈનાક પટેલની

અમેરિકા: નોર્થ કેરોલિનામાં વસતા ગુજરાતી યુવકની ધોળા દિવસે ગોળી મારી હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. નોર્થ કેરોલિનામાં વસતા મૈનાક પટેલની એક સગીરે તેના સ્ટોર્સને લૂંટતી વખતે ગોળી મારીને હત્યા કરી હતી. મૈનાક પટેલ 2,580 એરપોર્ટ રોડ પર ટોબેકો હાઉસનો માલિક હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ તે સગીર હોવાથી તેનું નામ જાહેર કરાયું નથી.

મૈનાક પટેલને પાંચ વર્ષની પુત્રી છે 

ગુજરાતી મૂળના મૈનાક પટેલને પાંચ વર્ષની પુત્રી છે. તેના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૈનાક પટેલના પરગજુ અને બોલકા સ્વભાવના લીધે સ્થાનિકો તેમને માઈક કહેતા હતા. રોવન કાઉન્ટી શેરિફ ઓફિસના પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર કેપ્ટન માર્ક મેકડિનાયલે જણાવ્યું હતું કે, 'ડેપ્યુટીને ટોબેકો હાઉસ સ્ટોરમાંથી 911 કોલ આવ્યો હતો. તેઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે મૈનાક પટેલને અનેક ગોળીઓ વાગેલી હતી. તેને તરત જ નોવન્ટ હેલ્થ રોવન મેડિકલ સેન્ટર લઈ ગયા હતા અને તેને ત્યાંથી હોસ્પિટલ શિફ્ટ કરાયા હતા, પરંતુ તે બચી શક્યો ન હતો.'

આ સમાચાર શેર કરો