Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : A 6.2 magnitude earthquake struck China, a 3.9 magnitude earthquake also struck two days ago

ચીનમાં આવ્યો 6.2 તીવ્રતાનો ભૂકંપ, બે દિવસ પહેલા પણ આવ્યો હતો 3.9 તીવ્રતાનો ધરતીકંપ

Timeછેલ્લું અપડેટ : 05 Dec 2025
લાઇવ ટીવીGoogle News
ચીનમાં આવ્યો 6.2 તીવ્રતાનો ભૂકંપ, બે દિવસ પહેલા પણ આવ્યો હતો 3.9 તીવ્રતાનો ધરતીકંપ
સોર્સ : gstv

ચીનથી ભૂકંપના સમાચાર સામે આવ્યા છે. પહેલા પૂર્વ-તાર્તાદી તરીકે ઓળખાતા ચીનના ઉત્તર - પશ્ચિમ પ્રાંત ઝિન-ઝિયાંગમાં ગઈકાલે 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ માહિતી આપતા નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (એનસીએસ)એ જણાવ્યું હતું કે, આ ભૂકંપ માત્ર 10 કિલોમીટરની જ ઉંડાઈએથી શરૂ થયો હોવાથી જાન-માલનું ભારે નુકસાન થયું હોવા પુરો સંભવ છે. જો કે, તે ધરતીકંપ બપોરે 1 કલાક 14 મિનિટ અને સાત સેકંડે લાગ્યો હતો. તેથી જાનહાની થવાનો સંભવ થોડો છે.

App Store

ઉલ્લેખનીય છે કે, આ પ્રાંતમાં જ બીજી ડિસેમ્બરે 3.9 તીવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હતો. પરંતુ તેની માત્રા બહુ થોડી 3.9ની જ હોવાથી ખાસ નુકસાન થયું ન હતું. તેમજ આફટર શોક્સ પણ ન હતા.

જ્યારે ગઈકાલે બપોરે લાગેલો ધરતીકંપ 6.2 તીવ્રતાનો હતો. તેમજ તેના આફટર શોક્સ પણ આવ્યા હતા. તેથી જાનમાલની નુકસાની થવાની ભીતિ રહેલી છે. પરંતુ હજી તે અંગે સત્તાવાર માહિતી આપી શકાય તેમ નથી.