VIDEO: હોર્મુઝ માર્ગે 60 દિવસ ટોલ માફ
સોર્સ : GSTV
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, 60 દિવસના યુદ્ધવિરામ દરમિયાન આ વ્યૂહાત્મક માર્ગ પરથી પસાર થતા જહાજો પર કોઈ ટોલ લાગુ કરવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો આ સમયગાળામાં વ્યાપક શાંતિ સમજૂતી નહીં સધાય, તો અમેરિકા આ માર્ગની સુરક્ષાના બદલામાં ભવિષ્યમાં ટોલ વસૂલવાનો નિર્ણય લઈ શકે છે. ટ્રમ્પના આ નિવેદનથી ઈરાન દ્વારા જળમાર્ગ બંધ કરવાની ધમકી વચ્ચે વૈશ્વિક ઊર્જા બજારને મોટી રાહત મળી છે, જોકે સમજૂતી ન થવાની સ્થિતિમાં આગામી સમયમાં પડકારો યથાવત રહી શકે છે.

