મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: કુવૈતની બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 40 ભારતીયો જીવતા ભૂંજાયા, 30 લોકો ઘાયલ

ખાડી દેશ કુવૈતના દક્ષિણ શહેર મંગફમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઘટનામાં 41 લોકોના મોત થયા છે જેમાં 40 ભારતીયો

VIDEO: કુવૈતની બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 40 ભારતીયો જીવતા ભૂંજાયા, 30 લોકો ઘાયલ

ખાડી દેશ કુવૈતના દક્ષિણ શહેર મંગફમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઘટનામાં 41 લોકોના મોત થયા છે જેમાં 40 ભારતીયો છે. જ્યારે 30 લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કુવૈત ઓથોરિટીનું કહેવું છે કે, આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને આગનું કારણ શોધવામાં આવી રહ્યું છે.

બિલ્ડિંગમાં આગ સ્થાનિક સમય અનુસાર 4 વાગ્યે લાગી હતી. આ દરમિયાન મોટાભાગના લોકો ઉંઘતા હતા જેને કારણે આગ પર કાબુ મેળવવામાં સમય લાગ્યો હતો. આ બિલ્ડિંગ એક ઔધોગિક પ્લાન્ટમાં કામ કરનારા લોકો માટે લેબર કેપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર આ બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં મલયાલી ભાષી લોકો પણ રહે છે. આગ એટલી ભીષણ હતી કે ડરને કારણે લોકો બારીમાંથી નીચે કુદી પડ્યા હતા. જીવ બચાવવાના પ્રયાસમાં પણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર આ દૂર્ઘટનામાં 50 લોકો ઘાયલ થયા છે.

ઘાયલોને ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે. ઘાયલોમાંથી પણ કેટલાકની હાલત ગંભીર છે.

વિદેશ મંત્રી જયશંકરે પણ દુ:ખ વ્યક્ત કર્યું

કુવૈતમાં આગની ઘટનામાં 40 લોકોના મોત અંગે વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે.

આ સમાચાર શેર કરો