કેનેડા: ભયાનક કાર અકસ્માતમાં 3 ગુજરાતી અને એક મહારાષ્ટ્રનો યુવાન જીવતા ભડથું
કેનેડાના ટોરેન્ટોમાં ભયાનક અકસ્માતમાં 4 ભારતીયોના મોત નીપજ્યા છે, આ દુર્ઘટનામાં ત્ર

કેનેડાના ટોરેન્ટોમાં ભયાનક અકસ્માતમાં 4 ભારતીયોના મોત નીપજ્યા છે, આ દુર્ઘટનામાં ત્રણ ગુજરાતના અને એક મહારાષ્ટ્રનો યુવાન છે. બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભાણેજ જયરાજસિંહ સિસોદિયા અને લુણાવાડાના કેતા સંજયસિંહ ગોહિલ અને નીલરાજ સંજયસિંહ ગોહિલ અને મહારાષ્ટ્રના દિગ્વિજયનું મોત નીપજ્યું હતું, જો કે અન્ય યુવતીનો બચાવ થયો હતો.
યુવતીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ
યુવતીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. આ જીવલેણ અકસ્માત ચેરી સ્ટ્રીટ નજીક લેક શોર બુલવાર્ડ E પર બપોરે 12:10 વાગ્યે થઈ હતી. ટોરોન્ટો પોલીસે અકસ્માત મામલે સમગ્ર જાણકારી આપી હતી.
કારમાં અકસ્માત બાદ આગ લાગતા 4 લોકો જીવતા ભડથું
મળતા અહેવાલ પ્રમાણે કાર પુરઝડપે જઈ રહી હતી. આ કારમાં 5 ભારતીયો સવાર હતા. કાર ચલાવનાર યુવાનને સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને રેલીંગ સાથે ધડાકાડભેર ટક્કર થઈ હતી. ઘટના બાદ કારમાં આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 4 લોકો જીવતા ભડથું થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતદેહો કાર સાથે ચોંટી ગયા હતા. અગ્નિશામક દળના જવાનોએ આગ બુઝાવ્યા પછી મૃતદેહોને પોસ્ટમોર્ટ અર્થે ખસેડ્યા હતા.
એક યુવતીની સ્થિતિ અત્યંત ગંભીર
જે યુવતીનો આ અકસ્માતમાં બચાવ થયો છે, તે પણ હાલ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. બોરસદના 100 ફૂટ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા જયરાજસિંહ સિસોદિયાનું પણ આ ભયાનક અક્સમાતમાં કરૂણ મોત નિપજ્યું છે. જયરાજસિંહ સિસોદિયા છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં વસવાટ કરતો હતો.






