મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઈસ્તાંબુલની નાઈટક્લબમાં લાગી ભીષણ આગ, 29 લોકો જીવતા ભૂંજાયા

તુર્કીમાં ફરી એકવાર દુર્ઘટનાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં ઈસ્તાંબુલની એક નાઈટક્લબમાં રિનોવેશન દરમિયાન એકાએક આગ ફાટી નીક

ઈસ્તાંબુલની નાઈટક્લબમાં લાગી ભીષણ આગ, 29 લોકો જીવતા ભૂંજાયા

તુર્કીમાં ફરી એકવાર દુર્ઘટનાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં ઈસ્તાંબુલની એક નાઈટક્લબમાં રિનોવેશન દરમિયાન એકાએક આગ ફાટી નીકળી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે, આગ લાગવાનું કારણ જાણ શકાયું નથી. 

મળતી માહિતી મુજબ, ઈસ્તાંબુલ સ્થિત નાઈટ ક્લબ રિનોવેશન માટે બંધ કરવામાં આવી હતી. બેસિકટાસ જિલ્લામાં 16 માળની રહેણાંક ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર નાઈટ ક્લબ હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે. માર્યા ગયેલા લોકો ક્લબના રિનોવેશનના કામ સાથે સંકળાયેલા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

બીજી તરફ આ બનાવની જાણ થતા જ ફાયરવિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.  મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે.

આ સમાચાર શેર કરો