મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

લેબનોનમાં 20,00,000 લોકો વિસ્થાપિત થયા, ઈઝરાયેલ સાથે યુદ્ધ પડ્યું ભારે! 

લેબનોનમાં આતંકવાદી સંગઠન હિજબુલ્લાહના વડા નસરલ્લાહને ઠાર કરવામાં આવ્યા પછી નવા નીમાયેલા

લેબનોનમાં 20,00,000 લોકો વિસ્થાપિત થયા, ઈઝરાયેલ સાથે યુદ્ધ પડ્યું ભારે! 

લેબનોનમાં આતંકવાદી સંગઠન હિજબુલ્લાહના વડા નસરલ્લાહને ઠાર કરવામાં આવ્યા પછી નવા નીમાયેલા વડા હાશિમ સફીદ્દીનને પણ ઇઝરાયેલે ઠાર કર્યો હોવાનું માનવામાં આવે છે. ઇઝરાયેલના હુમલા પછી તેનો સંપર્ક થઈ રહ્યો નથી. ઇઝરાયેલે ગુરુવારે રાત્રે બૈરુતના પરાવિસ્તારોમાં કરેલા હુમલામાં તે મૃત્યુ પામ્યો હોવાનું માનવામાં આવે છે. અંડરગ્રાઉન્ડેડ બંકરમાં સફીદ્દીનને નિશાન બનાવાયો હતો. 

ઇઝરાયેલના હુમલાના લીધે લેબનોનમાં 20 લાખ લોકો વિસ્થાપિત થયા છે. લેબનોના બધા શરણાર્થીઓએ સીરિયામાં જવા માટે દોટ મૂકી છે. સીરિયા પહોંચેલો શરણાર્થીઓનો આંકડો ૨૦ લાખને વટાવી ગયો છે. તે યાદ રાખવું જરુરી છે કે લેબનોની કુલ વસ્તી જ 62 લાખ જેટલી છે. આમ તેની વસ્તીનો ત્રીજો હિસ્સો નિરાશ્રિત કે શરણાર્થી બની ગયો છે.  ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે તેણે ભૂમિ આક્રમણમાં અત્યાર સુધીમાં હિજબુલ્લાહ ના 400થી વધારે આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેમા પણ 250થી વધુ આતંકવાદીઓને છેલ્લા ચાર દિવસમાં ઠાર કર્યા છે. આ ઓપરેશનમાં અત્યાર સુધી ઇઝરાયેલના 15 સૈનિકોના મોત થયા છે. માર્યા ગયેલાઓમાં હિજબુલ્લાહ ના કેટલાય રીજનલ કમાન્ડરનો પણ સમાવેશ થાય છે.

ઇઝરાયેલે હવે તેના હુમલા ફક્ત દક્ષિણ લેબનોન સુધી જ સીમિત ન રાખતા ઉત્તર લેબનોન પર હુમલા કરવા માંડયા છે. તેના વળતા જવાબમાં હિજબુલ્લાહ પણ ઇઝરાયેલ પર રોકેટમારો કરી રહ્યું છે. હિજબુલ્લાહના રોકેટમારામાં ઇઝરાયેલના કેટલાય ઘરોને નુકસાન પહોંચ્યું છે. લોકો પોતાના ઘરના નુકસાનની ઇમેજ અને વીડિયો વાઇરલ કરી રહ્યા છે. ઇઝરાયેલે પહેલી જ વખત લેબનોનના ઉત્તરમાં હુમલો કર્યો હતો અને પેલેસ્ટાઇની શરણાર્થી કેમ્પને નિશાન બનાવ્યું હતું. લેબનોનના ઉત્તરમાં આવેલા શહેર ત્રિપોલી ખાતેની પેલેસ્ટાઇન રાહત શિબિર પર હુમલો કરીને ઇઝરાયેલે હમાસના એક કમાન્ડરને, તેની પત્ની અને બે પુત્રી સહિત ઉડાવી દીધો હતો. 

ઇઝરાયેલના લશ્કરે જણાવ્યું હતું કે તેણે હમાસના બે વરિષ્ઠ મિલિટરી લીડરોને લેબનોન પરના હુમલામાં ઉડાવી દીધા છે. ઇઝરાયેલે આ ઉપરાંત ઉત્તર અને સેન્ટ્રલ ગાઝામાં કુલ નવને ઉડાવી દીધા હતા. 

આ સમાચાર શેર કરો