દક્ષિણ લેબનોનમાં 14 ઇઝરાયેલી સૈનિકો માર્યા ગયા, દિલ્હીમાં ઈઝરાયેલ એમ્બેસી બહાર સુરક્ષા સઘન
ડેનમાર્કમાં ઈઝરાયેલ એમ્બેસીની બહાર બે બ્લાસ્ટ થયા બાદ હવે દિલ્હીમાં ઈઝરાયેલ એમ્બેસીની સુરક્ષા સઘન કરી દેવામાં

ડેનમાર્કમાં ઈઝરાયેલ એમ્બેસીની બહાર બે બ્લાસ્ટ થયા બાદ હવે દિલ્હીમાં ઈઝરાયેલ એમ્બેસીની સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.
ઈઝરાયેલ એક સાથે અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે. લેબનોનમાં ઈઝરાયેલનું ગ્રાઉન્ડ ઓપરેશન ચાલી રહ્યું છે. લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશનમાં ઈઝરાયેલને ભારે નુકસાન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 14 ઈઝરાયેલ સૈનિકો માર્યા ગયા છે.
ઇરાની સેનાએ મંગળવારે રાત્રે ઇઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઇલોથી બોમ્બમારો કર્યો. હુમલામાં મુખ્યત્વે સૈન્ય અને સુરક્ષા એજન્સીઓને નિશાન બનાવવામાં આવી છે. ઇઝરાયલી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઇરાને મંગળવારે રાત્રે ઇઝરાયેલ પર લગભગ 180 બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી. હવે ઈઝરાયેલે ઈરાન પર મોટા હુમલાની ચેતવણી આપી છે. પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને મોટી ભૂલ કરી છે અને હવે તેને તેની કિંમત ચૂકવવી પડશે.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ) અનુસાર, ઇઝરાયેલની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ ઇરાન દ્વારા છોડવામાં આવેલી 180 બેલેસ્ટિક મિસાઇલોને તેમના લક્ષ્યો પર પહોંચતા પહેલા જ અટકાવી દીધી હતી. જોકે, બાદમાં ઈઝરાયેલે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ઈરાની મિસાઈલ હુમલા બાદ બહુ ઓછા લોકો ઘાયલ થયા હતા અને સામાન્ય લોકો બંકરોમાંથી બહાર આવી શકે છે.






