ચીનમાં પ્રાણીઓમાં 100 ખતરનાક વાયરસ મળ્યા, 40 માણસોને કરી શકે છે પ્રભાવિત
તાજેતરમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં ચીનમાં ફર ફાર્મમાંથી પ્રાણીઓમાં 125 વાયરસની ઓળખ કરવા

તાજેતરમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં ચીનમાં ફર ફાર્મમાંથી પ્રાણીઓમાં 125 વાયરસની ઓળખ કરવામાં આવી છે. જે માનવ વસ્તીમાં આ વાયરસના ફેલાવાના જોખમ અંગે ચિંતા વધી ગઇ છે. ચાઇનીઝ સંશોધકોના નેતૃત્ત્વમાં અને વાઇરોલોજિસ્ટ એડવર્ડ હોમ્સ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં ફર ફાર્મો પર વધુ સારા વાયરસ મોનિટરિંગની જરૂરિયાત પર પ્રકાશ નાખવામાં આવ્યો છે. આ શોધમાં 36 અગાઉના અજાણ્યા વાઇરસનો સમાવેશ થાય છે જેમાંથી 39ની ઓળખ પ્રજાતિઓને પાર કરવાનું ઉચ્ચ જોખમના રૂપમાં કરવામાં આવી છે, જે સંભવિતપણે માનવ સંક્રમણનું કારણ બની શકે છે.
નેચર જર્નલમાં પ્રકાશિત થયેલું આ સંશોધન 2021 અને 2024ની વચ્ચે હાથ ધરવામાં આવ્યું હતું અને તે 461 પ્રાણીઓ પર કેન્દ્રિત હતું જેઓ રોગથી મૃત્યુ પામ્યા હતા.
મોટાભાગના પ્રાણીઓ, જેમાં મિંક, શિયાળ, ઉત્તર અમેરિકાનું ગુચ્છાદાર પૂંછડીવાળું કૂતરું, સસલાનો સમાવેશ થાય છે જેફર ફાર્મમાંથી આવ્યા હતા જેમાંથી કેટલાકને ભોજન અથવા પારંપરિક દવા માટે ઉછેરવામાં આવ્યા હતા. સંશોધનમાં લગભગ 50 જેટલા જંગલી જાનવર પણ સામેલ હતા. શોધાયેલા વાઇરસમાં હેપેટાઇટીસ E અને જાપાનીઝ એન્સેફેલાઇટિસ જેવા રોગજનકની સાથે સાથે 13 નવા વાઇરસ પણ સામેલ છે જે સંભવિત વાયરસ ટ્રાન્સમિશન હબ તરીકે ફર ફાર્મની ભૂમિકાને ઉજાગર કરે છે.
એડવર્ડ હોમ્સ એક વાઈરોલોજિસ્ટ છે જેઓ પ્રાણીઓમાં વાયરસના ફેલાવા પર સક્રિયપણે સંશોધન કરી રહ્યા છે, તેમણે સંભવિતપણે વાયરસ ટ્રાન્સમિશનની સુવિધામાં ફર ફાર્મિંગ ઉદ્યોગની ભૂમિકા અંગે ચિંતા વ્યક્ત કરી છે. હોમ્સે કહ્યું, "વ્યક્તિગત રીતે, મને લાગે છે કે વૈશ્વિક સ્તરે ફર ફાર્મિંગ ઉદ્યોગ બંધ થવો જોઈએ."






