VIDEO:ANDARNI VAAT/પૂર્ણ રાજ્ય માટે લદાખના લોકોનોનું વિરોધ પ્રદર્શન
કેન્દ્ર સાશિત પ્રદેશ લદાખને સંપુર્ણ રાજ્યના દરજ્જાની માગ સાથે લદાખની રાજધાની લેહમાં લેહ એપેક

કેન્દ્ર સાશિત પ્રદેશ લદાખને સંપુર્ણ રાજ્યના દરજ્જાની માગ સાથે લદાખની રાજધાની લેહમાં લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ દ્રારા લેહમાં બંધ પાડવામાં આવ્યો હતો. સમગ્ર લેહ શહેરમાં દુકાનો અને કામ ધંધા બંધ રાખીને સ્થાનિક લોકોએ કેન્દ્ર સરકાર પાસે પોતાની ચાર માગ મુકી હતી. પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે લદાખને નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમ જેવા ઉત્તર-પૂર્વી રાજ્યોની જેમ બંધારણની કલમ ૩૭૧ હેઠળ વિશેષ રાજ્યનો દરરજો આપવામાં આવે. લદાખના એક્ટિવસ્ટ સોનમ વાંગચુક સહિતના લોકો માને છે કે કેન્દ્ર સાશિત પ્રદેશના દરજજાથી લદાખને ચૂંટાયેલી સરકારનો હક મળતો નથી. બીજા રાજ્યને પોતાના મુખ્યમંત્રી છે, ધારાસભ્યો છે. લોકો વિધાનસભામાં પોતાના હકની વાત કરી શકે છે પણ લદાખના લોકો પોતાના હિતની વાત કરી શકતા નથી. સ્થાનિક લોકોની બીજી માંગ હતી છે કે લદાખનો છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવે. છઠ્ઠી અનુસુચિમાં રાજ્યના નાગરિકોને જમીન, રોજગાર, સંસ્કૃતિનું રક્ષણ મળે છે. લદાખમાં પણ મોટા ભાગની વસ્તી આદિવાસી છે. લદાખના લોકોની ત્રીજી માગ છે કે સ્થાનિક લોકોને નોકરીઓમાં સુરક્ષા આપવામાં આવે, અનામત આપવામાં આવે. જમ્મુ-કાશ્મીરની જેમ લદાખમાં પણ ડોમિસાઈલ સર્ટી ફરજિયાત કરવામાં આવે જેથી બહારના લોકો નોકરી ન મેળવી શકે. લદાખમાં હાલમાં લોકસભાની એક બેઠક છે. લોકો માગ કરી રહ્યા છે કે ભૌગોલિક રીતે લદાખ વિશાળ પ્રદેશ છે માટે લેહ અને કારગીલ એમ બે લોકસભા સીટ આપવામાં આવે. છેલ્લા છ વર્ષથી લોકો ચાર માંગ કરી રહ્યા છે. સરકાર તેમની માંગ માનવા તૈયાર નથી. આ કારણે લદાખના નાગરિકોઓ વારંવાર સરકાર સામે મોર્ચો માંડે છે. પ્રદર્શનકારીઓનું માનવું હતું કે સરકાર વાયદા આપે છે પણ અમલ થતો નથી.
-- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી


