મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO:ANDARNI VAAT/માતા ખીર ભવાનીના મેળામાં ભક્તિનો મહાસાગર

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના તુલમુલ્લા વિસ્તારમાં આવેલા પવિત્ર માતા ખીર ભવાની મંદિર ખ

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના તુલમુલ્લા વિસ્તારમાં આવેલા પવિત્ર માતા ખીર ભવાની મંદિર ખાતે વાર્ષિક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વહેલી સવારથી જ દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. કાશ્મીરી પંડિતો અને સ્થાનિક નાગરિકોની અતૂટ આસ્થાના પ્રતીક સમાન આ મેળામાં ભક્તિમય અને કોમી એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.. ગાંદરબલના ડેપ્યુટી કમિશનર જતિન કિશોરના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે પીવાનું પાણી, આરોગ્ય અને રહેવા સહિતની તમામ પાયાની વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં સુનિશ્ચિત કરવામાં આવી છે. મંદિર પરિસરમાં દર્શન માટે આવેલા ભક્તોએ પણ વહીવટી આયોજન અંગે ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો..

આ આસ્થાના મહાકુંભને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા અને સુરક્ષા વ્યવસ્થાને અભેદ્ય બનાવવા માટે પ્રશાસન દ્વારા ચુસ્ત કિલ્લાબંધી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસની સાથે ખાસ કરીને ભારતીય નૌસેનાના અત્યંત આધુનિક અને ઘાતક 'માર્કોસ' કમાન્ડોની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ વિશેષ દળો દ્વારા મંદિરની આસપાસના જળાશયો અને સંવેદનશીલ વિસ્તારોમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્થાનિક સુરક્ષા એજન્સીઓ સાથે મળીને હાઈ-ટેક મોનિટરિંગ અને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈપણ પ્રકારની વિઘ્ન વગર તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત વાતાવરણમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી શકે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો