મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ANDARNI VAAT / પિંપરી-ચિંચવડમાં આકાશી આફત, ગોસાવી ગણપતિ મંદિરમાં ઘૂસ્યા પૂરના પાણી!

મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથ

તસવીર: GSTV

મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત અને મુશળધાર વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે સ્થાનિક પવના નદીના જળસ્તરમાં ચિંતાજનક વધારો થયો છે અને નદી બંને કાંઠે ધસમસતા વેગે વહી રહી છે. નદીનું સ્તર વધવાના કારણે ઐતિહાસિક અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન પ્રખ્યાત મોર્યા ગોસાવી ગણપતિ મંદિરના ગર્ભગૃહ અને પરિસરમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. દર વર્ષે ચોમાસા દરમિયાન નદી કિનારે આવેલા આ પવિત્ર મંદિરમાં પાણી ભરાવવાની ઘટના સામે આવે છે, જેને પગલે સુરક્ષાના ભાગરૂપે મંદિર પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

બીજી તરફ, આ આકાશી આફતના કારણે પિંપરી-ચિંચવડના અનેક નીચાણવાળા અને રહેણાંક વિસ્તારોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં સર્જાયેલી આ પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનની આપત્તિ વ્યવસ્થાપન ટીમ અને સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારો પર ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે અને નાગરિકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવા તથા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો