મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ANDARNI VAAT / મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે ખંડાલા નજીક ટનલ પાસે તોતિંગ લેન્ડસ્લાઈડ, મુંબઈ તરફની લેન બંધ!

મહારાષ્ટ્રના ખંડાલા નજીક મુંબઈ-પુણે એક

તસવીર: GSTV

મહારાષ્ટ્રના ખંડાલા નજીક મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે'મિસિંગ લિંક પ્રોજેક્ટ પર એક મોટી દુર્ઘટના સામે આવી છે, જ્યાં ભારે વરસાદના કારણે અચાનક ભૂસ્ખલન થયું છે. એક્સપ્રેસ-વે પર પુણેથી મુંબઈ તરફ જતી લેન પર આવેલી એક વિશાળ ટનલના એક્ઝિટ પોઇન્ટ પાસે પહાડનો મોટો હિસ્સો તૂટી પડ્યો હતો. આ ઘટનાને પગલે મુંબઈ તરફ જતો સમગ્ર વાહનવ્યવહાર તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવ્યો છે અને સુરક્ષાના ભાગરૂપે આખી લેનને અસ્થાયી રૂપે બંધ કરી દેવાની ફરજ પડી છે. જોકે, રાહતના સમાચાર એ છે કે મિસિંગ લિંકનો બાકીનો હિસ્સો સંપૂર્ણપણે સુરક્ષિત છે..

એક્સપ્રેસ-વે ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાકેશ સોનવણેના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ હાઈવે પ્રશાસન, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને ભારે મશીનરી ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી છે. ટનલના બહારના ભાગે રોડ પર જમા થયેલો પહાડી કાટમાળ અને મોટા પથ્થરો હટાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્રના અંદાજ મુજબ, આગામી થોડા સમયમાં કાટમાળ સંપૂર્ણપણે સાફ કરીને માર્ગને વાહનવ્યવહાર માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે. ત્યાં સુધી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અથવા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો