મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ANDAR NI VAAT/ નેઋત્યનું ચોમાસું આગળ વધ્યું ગુજરાતમાં 25 જુન સુધીમાં વરસાદ

અલ નીનોને કારણે છેલ્લા 10 દિવસથી કેરળ અને તમિલનાડુમાં સ્થિર થયેલું ચોમાસું ફ

અલ નીનોને કારણે છેલ્લા 10 દિવસથી કેરળ અને તમિલનાડુમાં સ્થિર થયેલું ચોમાસું ફરીવાર સક્રિય થયું છે. બંગાળની ખાડીમાં ઉદભવેલા ભારે દબાણને કારણે ચોમાસું દક્ષિણ -પશ્વિમ તરફ આગળ વધ્યું હતું.  સક્રિય ચોમાસુ આગળ વધતા તમિલનાડુના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ચિન્નાઇમાં સવારથી વરસાદની શરુઆત થઇ હતી. શહેરના અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવતા શહેરમાં અંધારપાટ છવાઇ ગયો હતો. દિવસે પણ રસ્તા પર વાહન ચલાવવા માટે લાઇટનો સહારો લેવો પડ્યો હતો. ચેન્નાઇ સાથે તમિલનાડુના મયિલાદથુરેમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. આ વિસ્તાર ભારે ગ્રામિણ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. શેરી અને ખેતરમાં પાણી ભરાયા હતા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જામી ગયા હતા અને ભારે પવન ફૂકાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો વરસાદની વાટ જોઇ રહ્યા હતા. સમયસર વરસાદ પડતા ખેડૂતો ખુશ થઇ ગયા હતા.

દક્ષિણ તમિલનાડુના મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ પડતા ચોમાસું આગળ વધતું જોવા મળ્યું હતું ભારતમાં પહેલી જુનથી સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ થાય છે. જો કે આ વર્ષે અલ નીનોની અસરના કારણે કેરળમાં બે દિવસ મોડું ચોમાસું શરુ થયું હતું. જૂનમાં કેરળમાં કાંઠા વિસ્તારમાં થોડા દિવસ ચોમાસું આગળ વધ્યા બાદ સ્થિર થઇ ગયું હતું. હવે બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ ઉભી થતા નેઋત્યનું ચોમાસુ આગળ વધ્યું હતું. હવામાન વિભાગનું માનીએ તો  દક્ષિણ પશ્રિમનું ચોમાસું કેરલમ તમિલનાડુ થઇને કર્ણાટક અને ગોવા સુધી આગળ વધશે. ત્યાર બાદ સિસ્ટમ વધારે મજબુત બનતા મહારાષ્ટ્ ગુજરાત મધ્યપ્રદેશ વગેરેમાં વરસાદ પડશે. આમ નેઋત્યનું ચોમાસુ સારી રીતે આગળ વધે તેવી સંભાવના છે. 25 જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડશે. સામાન્ય રીતે ગુજરાતમાં 16 જૂન સુધીમાં વરસાદ પડતો હોય છે. ચાલું વર્ષ અલ નીનોને કારણે હજુ પણ વરસાદ પડ્યો નથી. હવામાન નિષ્ણાતો ગુજરાતમાં ચોમાસાને 10 દિવસ લેટ જોઇ રહ્યા છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો