મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VEDIO:ANDAR NI VAAT/કાશ્મિરમાં નવી પદ્ધતિ-ટેકનોલોજી દ્રારા ડાંગરની ખેતી

370 હટ્યા બાદ જમ્મુ કશ્મિરમાં ધીમે ધીમે ફેરફાર દેખાઇ રહ્યો છે. કશ્મિરમાં ખેતી ક

370 હટ્યા બાદ જમ્મુ કશ્મિરમાં ધીમે ધીમે ફેરફાર દેખાઇ રહ્યો છે. કશ્મિરમાં ખેતી ક્ષેત્રમાં ક્રાંતિ આવી રહી છે. જમ્મુ-કશ્મિરમાં અત્યાર સુધી પરંપરાગત રીતે ડાંગરની ખેતી થતી હતી. પણ આ વર્ષે આધુનિક ટેકનોલોજી અને શ્રી પદ્ધતિ દ્રારા ડાંગરનું વાવેતર થતા ડાંગરનું ઉત્પાદન ડબલ થવાની સંભાવના જોવામાં આવી રહી છે. અત્યારે સુધી રાજૌરી જિલ્લાના ખેડૂતો પરંપરાગત રીતે રીતે ડાંગરની ખેતી કરતા હતા. જેમા ખુબ નજીક રાખીને ડાંગરના ધરુ રોપવા, ડાંગરનું આખું ખેતર લલણી સુધી પાણીથી ભરી રાખવું વગેરે રીતે થતી હતી. આ કારણે ડાંગરના પાકમાં ફુગ અને ગેરુના રોગની સંભાવના વધી જતી હતી. એટલું નહીં ઉત્પાદન પણ ઓછું ઉત્તરતું હતું. ડાંગરના દાણાની ક્વોલિટી પણ નાની રહેતી હતી. નવી શ્રી પદ્ધતિથી દરેક મોર્ચે ફાયદો દેખાય રહ્યો છે. જમ્મુ-કશ્મિરના કૃષિ વિભાગ દ્રારા ખેડૂતોને નવી પદ્ધતિ અને ટેકનોલોજી વિશે માહિતી આપવીમાં આવી હતી. શ્રી પદ્ધતિમાં ડાંગરના ધરુને થોડા દૂરના અંતરે વાવવામાં આવે છે. આ કારણે ધરુનું થડ મજબુત થાય છે. વળી તેમા નવી ફૂટ પણ પડે છે. બે ધરુ વચ્ચે અંતર હોવાથી સુર્ય પ્રકાશ, હવા, ઉજાસ રહે છે. આ કારણે પાકને રોગ અને ફૂગથી બચી શકાય છે. આ પદ્ધતિમાં ખેતરમાં પાણી ભરવાને બદલે ભેજનું પ્રમાણ જાળવવાનું હોવાથી પાણીથી 40 ટકા જેટલી બચત થાય છે. જેથી ઉત્પાદન બમણું થાય છે. આમ કશ્મિરમાં હવે પરંપરાગત ખેતી ત્યજીને શ્રી પદ્ધતિથી ડાંગરના વાવેતરથી ખેડૂતો ખૂશ છે. વાવેતર કરતા પહેલા પણ ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો સહારો લે છે. પહેલા જમીન સમથળ કરવા માટે સમજનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે ખેડૂતો લેઝર ટેકનોલોજીનો ઉપયોગ કરીને જમીનને સમથળ કરે છે. આથી એક જગ્યા પાણી ભરાતું નથી. આખા પાકને પાણી પુરતું મળી રહે છે. દવા અને ખાતર પણ દરેક છોડ સુધી પહોંચે છે. આધુનિકતા સાથે જોડાતા ખેતીમાં ફાયદો દેખાઇ રહ્યો છે. કશ્મિરમાં 370 હટ્યા બાદ કેન્દ્ર સરકારની નવી યોજના અને પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારીમાં વધારો થતા ખેતીમાં સુધારો દેખાઇ રહ્યો છે.

- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

આ સમાચાર શેર કરો