VIDEO: ANDARNI VAAT / વાયનાડમાં કુદરતનો ભયાનક કોપ, ટનલ સાઈટ પર લેન્ડસ્લાઈડ થતાં ૪ શ્રમિકોના મોત!
કેરળના વાયનાડ જિલ્લામાંથી એક અત્યંત દર્દનાક અને દુઃખદ અકસ્માત સામે આવ્યો છે. વાયનાડમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદના કારણે કલ્લાડી ટનલના ફેસ વર્ક સાઈટ અચાનક ભયાનક ભૂસ્ખલન થતાં મોટી હોનારત સર્જાઈ છે. પહાડ પરથી ધસી આવેલા કાદવ, માટી અને તોતિંગ પથ્થરોના કાટમાળ નીચે સાઈટ પર કામ કરી રહેલા શ્રમિકો ક્ષણભરમાં દબાઈ ગયા હતા. આ કરુણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૪ લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે હજુ પણ આશંકા છે કે અનેક શ્રમિકો માટીના વિરાટ ઢગલા નીચે ફસાયેલા અને લાપતા છે..
ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર, એનડીઆરએફ અને સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સતત પડી રહેલા વરસાદ અને પહાડી વિસ્તારના દુર્ગમ રસ્તાઓને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે વિઘ્નો આવી રહ્યા છે. કાટમાળ હટાવવા માટે જેસીબી અને ખાસ સાધનોની મદદ લેવામાં આવી રહી છે જેથી ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢી શકાય. આ દુર્ઘટના બાદ સમગ્ર વાયનાડ જિલ્લામાં શોકની કાલિમા છવાઈ ગઈ છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

