Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Political struggle in Bhavanipur: Mahua Moitra's comment angers Gujarati society, TMC had to apologize in Mamata's stronghold

VIDEO: ભવાનીપુરમાં રાજકીય સંગ્રામ: મહુઆ મોઈત્રાની ટિપ્પણીથી ગુજરાતી સમાજમાં રોષ, મમતાના ગઢમાં TMCએ માંગવી પડી માફી

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે પશ્ચિમ બંગાળના ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં રાજકીય વિવાદ શરૂ થયો છે. જોકે તૃણમૂલ કોંગ્રેસે આ ટિપ્પણીથી પોતાને અલગ રાખી છે. મમતા બેનર્જી ભવાનીપુર બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે.

App Store

 ટીએમસીના નેતા મહુઆ મોઈત્રાએ કરેલી ટિપ્પણીને કારણે વિવાદ ઉભો થયો છે. આ નિવેદનથી ગુજરાતી સમુદાયમાં રોષ જાગ્યો છે. ભવાનીપુરમાં ગુજરાતી મતદારો 30 ટકાથી વધુ છે અને આ મતવિસ્તાર રાજકીય રીતે મહત્વપૂર્ણ છે.તૃણમૂલ કોંગ્રેસે આ ટિપ્પણીથી પોતાને અલગ રાખ્યા છે. સ્થાનિક ટીએમસી કાઉન્સિલર અસીમ જણાવ્યું કે મમતા બેનર્જી વતી અને સ્થાનિક પ્રતિનિધિ તરીકે હું ગુજરાતી સમુદાયની માફી માંગું છું.

તેઓ અમારા સમાન છે અને અમે તેમના યોગદાનનો આદર કરીએ છીએ. મોઇત્રાની ટિપ્પણી પક્ષના વિચારોને પ્રતિબિંબિત કરતી નથી. અસીમ બોઝેકહ્યું કે પક્ષ ગુજરાતી ભાષામાં દિવાલ લખાણો દ્વારા સમુદાય સાથે જોડાવાના પ્રયાસ કરી રહ્યો છે. મમતા બેનર્જી આ બેઠક પરથી ટીએમસી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.