VIDEO: મમતાના ગઢમાં ભાજપનું હિન્દુત્વ કાર્ડ: 4 સાધુઓને ટિકિટ આપી વોટબેંક અંકે કરવા એડીચોટીનું જોર
પાંચ રાજ્યોની ચૂંટણી અલગ અલગ રંગ સામે આવી રહ્યા છે. પશ્વિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર સુનિલ મહારાજે અલગ રીતે જ પોતાનું ફોર્મ ભરવા પહોંચ્યા હતા. સુનિલ મહારાજ ફોર્મ ભરતી વખતે મોટી સંખ્યામાં સાધુ હાજર રહ્યા હતા અને ડાન્સ કર્યો હતો.
પાંચ રાજ્યની ચૂંટણીમાં અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે. પશ્વિમ બંગાળ જીતવા માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે. આ વખતની ચૂંટણીમાં મમતા બેનરજીને મહાત કરવા માટે ભાજપે બંગાળમાં હિદુત્વનું કાર્ડ ખેલ્યું છે, હિન્દુ વોટ બેંકને અંકે કરવા માટે ભાજપે ચાર સાધુ -સંતોને ટીકિટ આપી છે. બંગાળની બેહાલા પુરબા સીટ પર હિન્દુત્વના ચહેરા સુનિલ મહારાજને ટિકિટ આપી છે. સુનિલ મહારાજે ફોર્મ ભર્યું ત્યારે હિન્દુત્વની છાપ જાવો મળી હતી. ફોર્મ ભરતી વખતે મહારાજના સમર્થનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર રહયા હતા.
સાધુઓએ ડાંસ કરીને સુનિલ મહારાજને સમર્થન આપ્યું હતું. ફોર્મ ભરતી વખતે સાધુઓની હાજરીથી લોકોમાં પણ આશ્રર્ય સર્જાયું હતું. સાધુના જુલુસથી ભાજપ આ સીટ પર હિંદુ વોટ કબજે કરવા માગે છે. બહેલા પુરબા બેઠક પર તૃણમુલ કોંગ્રેસે સિબાશિષ ચક્રવર્તીને ઉમેદવાર બનાવ્યા છે.
ગત ચૂંટણીમાં આ સીટ ભાજપે 40 હજાર મતથી ગુમાવી હતી. બીજેપી માને છે કે જો આ સીટ પર હિન્દુત્વનો દાવ ખેલવામાં આવે તો હિન્દુ વોટ એક થઇ શકે અને જીતની સંભાવના વધી જાય. પશ્વિમ બંગાળમાં કોઇ પણ રીતે ભાજપ જીતવા માગે છે. સામે મમતે બેનર્જીનો ગઢ પણ મજબુત છે. સ્થાનિક રાજકિય પક્ષોમાં ભાજપને સૌથી મજબુત ટક્કર મમતા બેનર્જી આપી રહ્યા છે. આમ પશ્વિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ વચ્ચે કાંટાની ટક્કર છે.

